fbpx
ભાવનગર

દાંત્રડ થી ટીમાણા વચ્ચે શેત્રુંજી નદી ઉપર આવેલ કોઝવે ઉપર વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે અવર-જવર પર પ્રતિબંધ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાંત્રડ થી ટીમાણા ગામ વચ્ચે શેત્રુંજી નદી ઉપર આશરે ૩૦૦મી લંબાઇ ધરાવતો કોઝવે શેત્રુંજી ડેમમાં હેઠવાસમાં આવેલ છે.

        આથી જયારે પણ શેત્રુંજી ડેમના દરવાજાઓ વધારે પાણીના આવકના કારણે ખોલવામાં આવશે ત્યારે આ કોઝવે ઉપરથી અંદાજે ૨.૦૦ મીટરની ઉંચાઇ સુધી પાણીની આવક હોવાથી તેના ઉપરથી વાહન વ્યવહાર તથા માણસોની અવર-જવર, જાન/માલને નુકશાન થવાની શક્યતાઓ રહેલી છે.

        જે ધ્યાને લઇ તમામ લોકો/માલઢોર/વાહનને દાંત્રડ થી ટીમાણા વચ્ચે શેત્રુંજી નદી ઉપર આવેલ કોઝવે ઉપર વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે અવર-જવર બંધ કરવાં બાબતે જાહેરનામું પ્રસિધ્ધ કરવા જરૂર જણાય છે.

        આથી ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મને મળેલ અધિકારની રૂએ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, તળાજા સબ ડિવિઝન, ભાવનગર જિલ્લો, કુંઢેલી-ટાઢાવડ-દાંત્રડ-ટીમાણા ગામ વચ્ચે શેત્રુંજી નદી ઉપર આવેલ કોઝવે ઉપર વ્યક્તિ, માલઢોર, વાહનના પ્રવેશવાં પર પ્રતિબંધ તથા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કુંઢેલી-તળાજા-રોયલ-હબુકવડ-ટીમાણા રોડ ઉપર વાહન વ્યવહાર કરવા જાહેર કર્યું છે.

        આ જાહેરનામાની જોગવાઈમાંથી જાહેર સેવા માટેનાં સરકારી વાહનો, ફાયર બ્રીગેડ, એમ્બ્યુલન્સ, તેમજ ગુજરાત વિદ્યુત બોર્ડનાં ઈમરજન્સી વાહનો, લશ્કરી કર્મચારીઓને મૂક્તિ આપવામાં આવી છે.

        આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના ભંગ બદલના પગલાં લેવાં માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના કોઇપણ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.

        આ જાહેરનામું તા.૧૫/૦૯/૨૦૨૨ થી તા.૩૦/૦૯/૨૦૨૨ સુધી અમલમાં રહેશે તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, તળાજાના જાહેરનામામાં ફરમાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts