દાદરા નગર હવેલીમાં મસાટ ગામના ફ્લેટમાં આગ લાગતા દોડધામ
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના મસાટ ગામના આકાશ એપાર્ટમેન્ટના ફ્લેટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં ઇલેક્ટ્રિક ચાની કિટલ ચાલુ રહી જતા ફ્લેટમા આગ લાગી હતી, જેને લઈ દોડધામ મચી હતી. વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીના મસાટ ગામે આકાશ એપાર્ટમેન્ટમા ચોથા માળે ઘર માલિક ભૂલથી પલંગ પર ઇલેક્ટ્રિક ચાની કીટલી ચાલુ રાખી કોઈ કામસર નીકળી ગયા હતા. જે બાદ અચાનક ફ્લેટમાં આગ લાગી હતી. જેથી બિલ્ડિંગમા ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યાં હતા. જેને પગલે આજુબાજુના લોકોમા દોડધામ મચી ગઇ હતી. આ આગને કારણે બારીમાંથી ધુમાડાના ગોટેગોટા જાેવા મળતા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
Recent Comments