ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ ૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડનું બજેટ રજૂ કર્યું છે. તેઓએ આ બજેટમાં ગુજરાતને ગુણવંતુ, ગરવી, ગ્લોબલ, ગ્રીન બનાવવાનો ધ્યેય હોવાનું જણાવ્યું. સાથે જ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને બજેટમાં પ્રાધાન્ય આપવામા આવ્યું છે. અમૃતકાળના આગામી ૨૫ વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં અનેક જાહેરાતો કરવામા આવી છે. પરંતુ બજેટની મહત્વની જાહેરાતો પર એક નજર કરીએ.
એક જ નંબર ૧૧૨ ઃ પોલીસ, ફાયરબીગ્રેડ અને બીજી ઈમરજન્સી સેવા ઉપલબ્ધ થશે
નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારે નવો ઇમરજન્સી નંબર જાહેર કર્યો. એક જ નંબર ૧૧૨ નંબર પોલીસ, ફાયરબીગ્રેડ અને બીજી ઈમરજન્સી સેવા ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. ૧૧૨ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં ૧૦ મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુજજ ૧૧૦૦ જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે.
૧. ૨૦૨૪નાં બજેટમાં રાજ્ય સરકારે પ્રધાનમંત્રીના નામથી યોજનાઓ શરૂ કરી. જે નમો લક્ષ્મી,નમો સરસ્વતી, નમો શ્રી યોજના શરૂ થશે.
૨. રાજ્ય સરકારે ૭ નવી મહાનગરપાલિકાની જાહેરાત કરી. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણ ને મહાનગરપાલિકાનો દરજ્જાે મળશે.
૩. બજેટમાં પત્રકારો માટે પણ જાેગવાઈ કરાઈ. ૨૫ વર્ષથી ૬૦ વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારો માટે સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુમાં એક લાખથી વધારી બે લાખ કરાઈ. અકસ્માત મૃત્યુમાં પાંચ લાખથી સહાય વધારીને ૧૦ લાખ વીમા કવચ પૂરું પાડવામાં આવશે
૪. આ વખતના બજેટમાં રાજ્ય સરકારે વડાપ્રધાન ના નામથી યોજનાઓ શરૂ કરી. નમો લક્ષ્મી,નમો સરસ્વતી, નમો શ્રી યોજના. નાણાં મંત્રીએ નમો નામથી નવી યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી
૫. અયોધ્યાધામ ખાતે ગુજરાતી યાત્રી માટે નીવાસ માટે માટે ૫૦ કરોડના આયોજન પૈકી ૧૦ કરોડની જાેગવાઈ. અયોધ્યા ધામ ખાતે ગુજરાતી યાત્રી નિવાસ તૈયાર કરાશે. ૫૦ કરોડના આયોજન પૈકી ૧૦ કરોડની બજેટમાં જાેગવાઈ
૬. બાળ મૃત્યુ દર અને માતા મૃત્યુ દર માટે મહત્વની જાહેરાત કરાઈ. સગર્ભાઓ ને સંસ્થાકિય પ્રસુતી અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરાવાશે. મહિલાઓને ૧૫ હજાર તેમજ આશા વર્કરને ૩ હજાર પ્રસુતિદીઠ પ્રોત્સાહક રકમ ચૂકવાશે. આ માટે રાજ્ય સરકારે બજેટ માં ૫૩ કરોડની જાેગવાઈ કરી છે.
૭. ગિફ્ટ સિટી અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટે બજેટમાં ખાસ જાેગવાઈ.
૮. આશા વર્કરોને પ્રસુતિ દીઠ ૩ હજાર પ્રોત્સાહન અપાશે
૯. રાજ્યમાં નવી ફેમિલી કોર્ટ સ્થાપવા માટે જાેગવાઈ કરાઈ
૧૦. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ૧૩૦૦ કરોડની જાેગવાઈ
૧૧. અંબાજી યાત્રધામ માટે માસ્ટર પ્લાનીગ માટે ૧૧૭ કરોડના ખર્ચે આયોજન
બહેનો માટે શું ?
વિધવા બહેનો માટે ૨૩૬૩ કરોડની જાેગવાઈ
આંગણવાડીના બાળકો, કિશોરી, સગર્ભા માતા માટે ૮૭૮ કરોડની જાેગવાઈ
કિશોરીઓને ટેક હોમ રાશન માટે ૩૪૪ કરોડની જાેગવાઈ
સગર્ભા-ધાત્રી માતાને અનાજ માટે ૩૨૨ કરોડની જાેગવાઈ
૨ કિલો ચણા, ૧ કિલો તુવેરદાળ અને ૧ લિટર તેલ અપાશે
વ્હાલી દીકરી યોજના માટે ૨૫૨ કરોડની જાેગવાઈ
આંગણવાડીના વિકાસ માટે ૨૦૦ કરોડની જાેગવાઈ
દૂધ સંજીવની યોજના માટે ૧૩૨ કરોડની જાેગવાઈ
સુરતમાં નારી સંરક્ષણ કેન્દ્રના વિકાસ માટે ૧૬ કરોડની જાેગવાઈ
ક્યા વિભાગ માટે કેટલી જાેગવાઈ કરવામાં આવી?
આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ૪૩૭૪ કરોડની જાેગવાઈ
સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે કુલ ૬૧૯૩ કરોડની જાેગવાઈ
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ૨૬૫૯ કરોડની જાેગવાઈ
શિક્ષણ વિભાગ માટે કુલ ૫૫૧૧૪ કરોડની જાેગવાઈ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે ૨૦૧૦૦ કરોડની જાેગવાઈ
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે ૭૬૭ કરોડની જાેગવાઈ
અન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે કુલ ૨૭૧૧ કરોડની જાેગવાઈ
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ૬૮૮૫ કરોડની જાેગવાઈ
ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે કુલ ૮૪૨૩ કરોડની જાેગવાઈ
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ ૧૨૧૩૮ કરોડની જાેગવાઇ
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે ૨૧૬૯૬ કરોડની જાેગવાઈ
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ૩૮૫૮ કરોડની જાેગવાઈ.
જળ સંપત્તિ પ્રભાગ માટે ૧૧૫૩૫ કરોડની જાેગવાઈ.
માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ૨૨૧૬૩ કરોડની જાેગવાઈ.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે ૨૪૨૧ કરોડની જાેગવાઈ.
પાણી પુરવઠા પ્રભાગ માટે ૬૨૪૨ કરોડની જાેગવાઈ.
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૨૨૧૯૪ કરોડની જાેગવાઈ.
પ્રવાસન યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે ૨૦૯૮ કરોડની જાેગવાઈ.
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ૯૨૨૮ કરોડની જાેગવાઈ.
વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ૨૫૮૬ કરોડની જાેગવાઈ.
ગૃહ વિભાગ માટે કુલ ૧૦૩૭૮ કરોડની જાેગવાઈ.
ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે કુલ ૧૧૬૩ કરોડની જાેગવાઈ.
કાયદા વિભાગ માટે કુલ ૨૫૫૯ કરોડની જાેગવાઈ.
મહેસુલ વિભાગ માટે કુલ ૫૧૯૫ કરોડની જાેગવાઈ.
માહિતી અને પ્રસારણ વિભાગ માટે ૩૮૪ કરોડની જાેગવાઈ.
સામાન્ય વહીવટી વિભાગ માટે ૨૨૩૯ કરોડની જાેગવાઈ


















Recent Comments