બોલિવૂડ

દાદા સાહેબ ફાળકે એવોર્ડ વહીદા રેહમાનજીને જ અપાશે : કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી

દિગ્ગજ એક્ટ્રેસ વહીદા રેહમાનને આ વર્ષનો દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે. તેમને આ એવોર્ડ ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવશે. માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી અનુરાગ ઠાકુરે ટિ્‌વટર પર તેની જાહેરાત કરી છે. વહીદા રેહમાને પ્યાસા, કાગઝ કે ફૂલ, ચૌહદવી કા ચાંદ, સાહેબ બીબી ઔર ગુલામ, ગાઈડ સહિત કેટલીય ફિલ્મોમાં કામ કર્યું છે. તેમનું ફિલ્મી કરિયર ૬ દાયકાનું છે. તેમણે ખૂબ જ શાનદાર રીતે પોતાના દરેક પાત્રને નિભાવ્યા છે. સૌથી ખાસ વાત તો એ છે કે, આજે દેવ આનંદની ૧૦૦મી બર્થ એનિવર્સરી પણ છે.

દેવ આનંદ અને વહીદા રેહમાનની જાેડી પડદા પર હિટ માનવામાં આવતી હતી. બંનેના ગાઈડ તો ભારતીય સિનેમાની ક્લાસિક ફિલ્મ માનવામાં આવતી હતી. વર્ષ ૧૯૬૫માં રિલીઝ થયેલી આ ફિલ્મે કેટલાય એવોર્ડ જીત્યા હતા. વહીદા રેહમાન હવે ૮૫ વર્ષ થઈ ગયા છે. આ ઉંમરે પણ તેઓ એક્ટિંગની દુનિયામાં એક્ટિવ છે. વહીદા રેહમાને ૧૯૯૫માં રોજુલુ મારાયી અને જયસિમ્હા દ્વારા તેલુગુ ઈંડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે ૧૯૫૬માં સીઆઈડી ફિલ્મ દ્વારા હિન્દી સિનેમામાં ડેબ્યુ કર્યું, આ ફિલ્મમાં દેવાનંદ પણ લીડ રોલમાં હતા. વહીદા રેહમાનને વર્ષે ૧૯૭૧માં આવેલી ફિલ્મ રેશમા ઔર શેરામાં શાનદાર એક્ટિંગ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ જીત્યો હતો. દાદા સાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પહેલા, વહીદા રેહમાનને પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Related Posts