” દાદુ” એટલે કે હિતેષ ભાઈ પંડ્યા રવિવાર ૮મી સપ્ટેમ્બરે ૭૪વર્ષ પૂરા કરી ૭૫ માં પ્રવેશ કરશે બહુમુખી પ્રતિભા ધરાવનાર હિતેષ ભાઈ ગુજરાતના પાંચ પાંચ મુખ્યમંત્રી સાથે ૨૩ વર્ષ કામ કર્યું છે
વરિષ્ઠ પત્રકાર, BLOGGER:VLOGER: SOCIAL MEDIA INFLUNCER તરીકે સન્માનીય સ્થાન ધરાવે છે. તેઓ Face book અને X (ટ્વિટર) પર ૧૦ હજારથી વઘુ followers ધરાવે છે ૧૯૭૦ થી સંઘ જનસંઘ વિચારધારા સાથે ઓતપ્રોત દાદુ નરેન્દ્ર ભાઈ મોદી નાં વિચારોને પ્રેરિત “NATION FIRST” ના સ્થાપક તેમજ સ્વદેશી રાષ્ટ્રવાદી “ઇન્ડિયન લાયન્સ” નાં ચીફ PATRON, એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારને મૂર્તિમંત કરવા સમર્પિત”भारत भारती” નાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે. સમસ્ત ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ ના અખિલ ભારતીય પ્રમુખ છે જીવનમાં કામ કરતાં કરતાં જો મોજ-મસ્તીનો આનંદ લેતાં શીખવું હોય તો દાદુ હિતેષ પંડ્યાને એકવાર જરૂર મળો. જીઓ તો ઐસે જીઓ જૈસે સબ તુમ્હારા હૈ. ને જીવન મંત્ર બનાવનાર હિતેષભાઈ કાયમી status છે “મોજ એ દરિયા” ઇન્ડિયન લાયન્સ જેવી સ્વદેશી અને રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતી સંસ્થા અને મોદી સાહેબના વિચારોથી પ્રેરિત નેશન ફર્સ્ટ ફાઉન્ડેશનના પ્રણેતા એવા હિતેષભાઈ પંડ્યા હાલ FREELANCER,બ્લોગર, (vloger) તેમજ Consultant તરીકે *MAADHYAM* દ્વારા વિવિધ અખબારો/સામયિકો NGO/રસ્વૈચ્છિક સંસ્થા અને શૈક્ષણિક સંસ્થઓમાં ને તેમની વિશિષ્ઠ શૈલી દ્વાર માર્ગદર્શન આપી રહ્યાં છે.
ગુજરાત રાજ્યમાં ઈન્ડિયન લાયન્સ સંસ્થાની ૮૦થી વધુ ક્લબો આવેલી છે. જે ઈ. લા. હિતેષભાઈ પંડ્યાના જન્મદિવસને “સાક્ષરતા દિવસ” તરીકે ઉજવશે.વડોદરામાં જન્મેલા શ્રી હિતેષભાઈ પંડ્યાએ તેમનું પ્રારંભિક શિક્ષણ જામનગરની સ્ત. XAVIER’S સ્કૂલ લીધું ત્યારબાદ તેઓનો પરિવાર રાજકોટમાં સ્થાયી થયા પછી તેઓનું પ્રાથમિક શિક્ષણથી માંડીને પત્રકારત્વ સુધીનું શિક્ષણ ST MARY’S JJ KUNDALIYA COLLEGE માં જ પૂર્ણ થયું.
ગુજરાતી ભાષી પ્રતિષ્ઠિત જન્મભૂમિ ગ્રુપ ઓફ ન્યુઝ પેપર્સના રાજકોટથી પ્રકાશિત, માતબર અને પ્રતિષ્ઠિત દૈનિક ફૂલછાબમાં શ્રી હિતેષભાઈ પંડ્યાએ ૨૨ વર્ષ સુધી Chief Sub Editor, News Editor, Dy. Editorના વિવિધ હોદ્દા પર તેમણે બખૂબી જવાબદારી નિભાવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં શ્રી હિતેષભાઈ પંડ્યાને રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન મળ્યું હતું અને દેશના રાજકીય ઈતિહાસની દિશા બદલનાર નવનિર્માણ આંદોલનમાં સૌરાષ્ટ્રનું સુકાન સંભાળ્યું હતું. આ અંદોલન દરમિયાન દેશભરમાં લદાયેલી કટોકટી દરમિયાન અગિયાર માસ સુધી જેલવાસ ભોગવ્યો હતો. જેથી તેઓ મીસાવાસી તરીકે પણ ઓળખાય છે.
શ્રી હિતેષભાઈ પંડ્યાએ રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Municipal School Board)ના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી. સન્ ૨૦૦૧માં તેઓએ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના બૌદ્ધિક પ્રકોષ્ટ (Intellectual Cell)ના પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામગીરી બજાવેલ છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી… જય રણછોડ માખણ ચોર…જેવી ધૂનને સૌરાષ્ટ્રમાં લોકપ્રિય બનાવી અને રાજટકોમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ રથયાત્રાની શરૂઆત કરી અને આ સાથે જ તેઓએ રાજકોટ સ્થિત બ્રહ્મ સોશ્યલ ગ્રુપની સ્થાપના કરી. ગુજરાતના પાટનગરમાં સ્થાયી થયા બાદ તેમણે શ્રી ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ, ગાંધીનગર ઘટકની સ્થાપના કરી હતી. હાલમાં શ્રી અખિલ ભારતીય ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કાર્યરત છે તેમના ધર્મપત્ની શ્રીમતી આશાબેન પંડયા પણ હિતેષ ભાઈ સાથે તેમની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં સહભાગી બને છે શ્રી હિતેષભાઈ પંડ્યાને જન્મદિવસ પર HAPPY BIRTHDAY WISH કરવા માટે તેમનો WHATS APP 9978407170 પર MESSAGE કરી શકો છો.
Recent Comments