દામનગર ના દહીંથરા ગામે આજરોજ સોમવારે સાંજ ના સમય ૫-૦૦ કલાકે શ્રી દહીંથરા સેવા સહકારી મંડળી લિમિટેડ ની ૭૧ મી વાર્ષિક સાધારણ સભા દહીંથરા મુકામે મળે તેમાં મંડળીના મંત્રી શ્રી મહેશભાઈ શાંતિભાઈ પંડ્યા એ મંડળીના વાર્ષિક હિસાબો રજુ કરેલ નફાની ફાળવણી વિગેરે કામો એજન્ડા મુજબ કાર્યવાહી હાથ ધરેલ મંડળીનો નફો તારીખ ૩૧/૩/૨૧ ના વર્ષનો નફો રૂપિયા ૭.૫૦૦૦૦ થયેલ તે નફાની ફાળવણી પેટા નિયમ મુજબ કરેલ સભાસદોને ૧૫ ટકા ડિવિડન્ડ જાહેર કરેલ સતત ૧૦ વર્ષ થી પંદર ટકા ડીવીડન્ડ આપે છે. આજની સભામાં અધ્યક્ષ મંડળીના પ્રમુખ શ્રી નટુભાઈ શંભુભાઈ સુતરીયા તથા વ્યવસ્થાપક કમિટી ડિરેક્ટરો સભાસદો એ બહોળી સંખ્યામાં હાજર રહેલ.અમરેલી જીલ્લા મધ્ય સહકારી બેંકના દામનગર શાખાના મેનેજર શ્રી હિતેશભાઈ માંગરોળીયા તથા બ્રાન્ચ ઇન્સ્પેક્ટર હિમાંશુભાઈ કાકડીયા તથા ધવલભાઇ ચોવટિયા એ મંડળી અને બેંક વિશે વિસ્તૃત માહિતી આપેલ
દામનગરના દહીંથરા સેવા સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા મળી ૧૫ ટકા ડિવિડન્ટ સાથે સાડા સાત લાખનો નફો જાહેર કરતા મંત્રી પંડયા

Recent Comments