દામનગરના ભિંગરાડમાં કોવીડ વેક્સિન નાઈટ સેશનનું આયોજન
દેશના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત લાઠી તાલુકાના ભિંગરાડ ખાતે કોવિડ વેક્સિનેશન સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત નાઈટ સેશન નું આયોજન કરવા માં આવેલ હતું. જેમાં દિવસ દરમિયાન ખેતીકામ, વ્યવસાય, મજૂરી કે અન્ય કારણોસર બહાર જતા ગ્રામજનો ને પણ કોરોના થી રક્ષણ આપતી રસી મળી શકે તેવા શુભ આશય થી સાંજે રસીકરણ સત્ર ની શરૂઆત કરી રાત સુધી ચાલુ રાખી ૧૮ વર્ષ થી વધુ વય ના લાભાર્થીઓ ને રસી નો પહેલો અને બીજો ડોઝ આપવા માં આવ્યો હતો. આ આયોજન ને સફળ બનાવવા માં ડો. સાગર પરવડિયા ના નેતૃત્વ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મતિરાળા ના કર્મચારીઓ બાલમુકુંદ જાવિયા, વિશાલ વસાવડા, અસ્મિતા સોલંકી અને આશા બહેનો એ ખૂબ જેહમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે, મતિરાળા આરોગ્ય કેન્દ્ર ના ગામો માં રસીકરણ માટે યોગ્ય તમામ ઉંમર ના લાભાર્થીઓ માં અડધા થી વધુ ને રસી નો ડોઝ મળી ચૂક્યો છે.
Recent Comments