fbpx
અમરેલી

દામનગરના રાભડા ગામની સીમમાં મોટર સાઇકલની ચોરી કરનાર ઇસમને પકડતી અમરેલી એલ.સી.બી.

ગુન્હાની વિગતઃ હિંમતભાઇ વલ્લભભાઇ મેરૂલીયા, ઉં.વ.૬૧, ધંધો.ખેતી, રહે.રાભડા, તા.લાઠી, જિ.અમરેલી વાળાની રાભડા ગામની સીમમાં ભટવદર જવાના રસ્તે વાડી આવેલ હોય, આ વાડીએથી ગઇ તા.૧૯/૧૦/૨૦૨૨ ના સવારે કલાક ૯/૦૦ થી કલાક ૧૨/૦૦ દરમ્યાન કોઇ અજાણ્યા ઈસમે હોન્ડા શાઇન મોટર સાઇકલ, રજી.નંબર GJ-5FS-7870, કિં.રૂ.૧૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ. આ અંગે હિંમતભાઇ વલ્લભભાઇ મેરૂલીયાએ ફરિયાદ લખાવતાં, દામનગર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૭૨૨૦૪૬૫/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ નોંધાયેલ.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનર્કીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું.

અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ભુરખીયા ચોકડી પાસેથી એક ઇસમને મોટર સાઇકલ ઉપર શંકાસ્પદ હાલતમાં આંટા-ફેરા મારતા પકડી પાડી, તેની સઘન પુછપરછ કરતાં, આ મોટર સાઇકલ હિંમતભાઇ વલ્લભભાઇ મેરૂલીયાની વાડીએથી ચોરાયેલ તે જ મોટર સાઇકલ હોય, પકડાયેલ ઇસમને ચોરીના મોટર સાઇકલ સાથે આગળની કાર્યવાહી થવા દામનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઃ-

ભાયલાલ ઉર્ફે સંજય દેવજીભાઇ તડવી, ઉં.વ.૪૦, રહે.હરેશ્વર, તા.સંખેડા, જિ.છોટા ઉદેપુર,

પકડાયેલ મુદ્દામાલઃ- હોન્ડા શાઇન મોટર સાઇકલ, રજી.નંબર GJ-5-FS-7870, કિં.રૂ.૧૦,૦૦૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન

હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ ના એ.એસ.આઇ. પોપટભાઇ ટોટા, હેડ કોન્સ. સુખદેવભાઇ ગોંડલીયા, પો.કોન્સ. તુષારભાઇ પાંચાણી, નિકુલસિંહ રાઠોડ તથા અશોકભાઇ સોલંકી નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts