દામનગરની નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
દામનગરની નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિજ્ઞાન શિક્ષક મહેશભાઈ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ વૈજ્ઞાનિકનાં જીવન અને તેમણે કરેલ યોગદાન વિશેની જાણકારી આપવામાં આવી હતી.અને નાના બાળકો અંધશ્રદ્ધામાં ના ધકેલાય તેવા ઉમદા હેતુથી અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો જેમા શ્રીફળમાંથી ચુંદડી કાઢવીનજર ઉતારવી,દૃષ્ટિભ્રમ મંત્ર દ્વારા અગ્નિ પ્રગટ જેવા અનેક પ્રયોગો દેખાડી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા
જેમાં કે.નિ.શિક્ષણ તથા શાળાના આચાર્ય એવા લાભેશભાઈ રાશિયા ઉપસ્થિત રહ્યા હતા.તેમણે વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ પરિવાર દ્વારા મહેનત કરવામાં આવી હતીc
Recent Comments