અમરેલી

દામનગરની મુખ્ય બજારમાં માણેક ચોક માં અચાનક ઇમિટેશન જવેલરીની બંધ દુકાનમાં આગ

દામનગર શહેર ની મુખ્ય બજાર માણેક ચોક માં દુકાન બંધ કરી ને જતા રહેલ વેપારી ની દુકાન આગ લાગી સ્થાનિક ફાયર ફાઇટર ટિમ અને સ્થાનિક પોલીસ આગ ની ઘટના સ્થળે તુરંત પહોંચી હતી આગ લાગવા ની તાજેતર માં આ બીજી ઘટના બની મુખ્ય બજાર માં ઇમિટેશન જવેલરી ની દુકાન હોવા નું જાણવા મળેલ છે આગ નું કારણ જાણી શકાયુ નથી દામનગર સિપાઈ શેરી ના નાકે આવેલ દુકાનદાર દુકાન બંધ કરી ભુરખિયા ગામે જતા રહ્યા હતા સાંજ ના ૮-૧૫ કલાકે લાગેલ આગે એકાએક ભયાનક સ્વરૂપ લીધું હતું લાકડા ના જુનવાણી મેડી બંધ મકાન ના નીચે ના ભાગે આવેલ દુકાન ભુરખિયા ગામ ના વેપારી ની હોવા નું જાણવા મળેલ છે આગ લાગતા ની સાથે તુરંત વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો અને બચાવ કામગીરી પુર ઝડપે હાથ ઘરાય હતી ધુવાડા ના ગોટગોટા અને દુકાન નું શટર પણ ન ખુલી શકે તેવી તીવ્ર આગ ઓલવવા ફાયર ફાઇટર ટીમે ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન શરૂ કર્યા હતા એક કલાક માં આગ ઉપર કાબુ મેળવી લેતા ફાયર ફાઇટર ના બચાવ કર્મી ઓ 

Related Posts