દામનગરમાંથી વિદેશીદારૂની 40 બોટલ સાથે આરોપીની અટકાયત
અમરેલીના એસપીની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોર્ડના ઇ.ચા. પો.સબ.ઇન્સ. આર.કે. કરમટાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા, હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, હરેશભાઇ વાણીયા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, જનકભાઇ કુવાડીયા, ધવલભાઇ મકવાણાનાઓની ટીમ નાસતા ફરતા આરોપીની તપાસ સબબ દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તેદરમ્યાન ચોક્કસ બાતમી રાહે હકિકત મળેલ કે, દામનગર મુકામે ધામેલ રોડ ઉપર રહેતા (1) હાર્દિક અનીલભાઇ રાઠોડ તથા (ર) રવિભાઇ વિનુભાઇ ભાસ્કર ગેર કાયદેસર વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશીદારૂ ઘરે રાખી વેચાણ કરેલ છે જે હકિકતવાળી જગ્યાએ જઇ તપાસ તજવીજ કરતા રવિ વિનુભાઇ ભાસ્કરના રહેણાંક મકાનેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી કુલ નંગ-40 બોટલ કિં. રૂા. 8400 ના મુદ્ામાલ સાથે મજકુર ઇસમ હાર્દિક અનીલભાઇ રાઠોડ મળી આવેલ. જેથી રેઇડ દરમ્યાન મજકુર ઇસમ પકડાઇ ગયેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂઘ્ધ પ્રોહી એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી આગળની ઘટતી કાર્યવાહી થવા દામનગર પોલીસ સ્ટેશનને સોપી આપેલ.
Recent Comments