દામનગરમાં ચક્ષુદાતા સ્વ.જમનાબેન રાણવાનું સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મરણોત્તર સન્માન
દામનગર શહેર માં ચક્ષુદાતા શ્રી સ્વ.જમનાબેન જીવરાજભાઈ રાણવા ઉવ ૭૨ નું કુદરતી દેહાવસાન થતાં તેમની ઇચ્છા મુજબ સદગત ના પુત્ર રત્ન કિશોરભાઈ રાણવા દ્વારા માતૃશ્રી નું ચક્ષુદાન કરી કોઇ અજાણ્યા દર્દીઓને દ્રષ્ટિ આપીને તેનું જીવન ઉજાગર કરનાર “રાણવા પરિવાર’’ નું દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા સન્માન કરાયું હતું.
પરમાત્માં સદગત આત્માને ચિર શાંતિ આપે તેના ઉત્તમ વિચારો સમાજનાં દરેક વર્ગને રાણવા પરિવારનું પ્રેરણાદાયી કદમ માર્ગદર્શક બની રહે રાજયસુખ સ્વર્ગ કે પૂર્વજન્મ અમે માંગતા નથી, અમારાં દ્રારા કોઇ પીડીતનાં દુઃખ દુર થાય એ જ માંગીએ છીએ. તેવી ભાવના વ્યક્ત કરતા રાણવા નું દામનગરની તમામ સેવાભાવી સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ શ્રી વણકર સમાજ ઉત્કષૅ મંડળ ટ્રસ્ટ સન્માન પત્ર આપી સન્માન કરાયું હતું
Recent Comments