Inboxદામનગર અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન ના નવ કિમિ રોડ નું અધ વચ્ચે થી ઉદ્ધાટન કેમ ? દામનગર થી બોટાદ ભાવનગર જિલ્લા ના ગ્રામ્ય માં જતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ નું ઠાંસા ગામ થી ધારાસભ્ય ઠુંમરે ઉદ્ધાટન કર્યું હતું તે રોડ ઠાંસા થી ઉદ્ધાટન થઈ દામનગર ગાયત્રી મંદિર સુધી પહોંચી ગયા ને છ માસ થવા છતાં ઠાંસા થી પાંચ કિમિ બાકી કામ મૂળિયાપાટ સુવાગઢ સુધી નથી પહોંચ્યો અમરેલી જિલ્લા પંચાયત ની હદ ના ગ્રામ્ય મૂળિયાપાટ સુવાગઢ સુધી ક્યારે બનશે સાડા પાંચ મીટર ની પહોળાઈ ધરાવતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન ના આ રસ્તા નું વચ્ચે થી ઉદ્ધાટન કરી ઠાંસા થી દામનગર સુધી રોડ બન્યો પણ ઠાંસા થી સુવાગઢ મૂળિયાપાટ સુધી કયારે બનશે કે પછી અડધો રોડ બનવા નો હતો ? કુલ નવ કિમિ નો રોડ પાંચ કિમિ વચ્ચે થી ઉદ્ધાટન કરી દામનગર સુધી પહોંચી ગયો પણ હવે બાકી રહેલા ચાર કિમિ ક્યારે બનશે?
દામનગર અમરેલી જિલ્લા પંચાયત ના કુલ નવ કિમિ ના રોડ નું અધ વચ્ચે ઠાંસા ગામ થી ઉદ્ધાટન થયું હતું તે દામનગર પહોંચી ગયેલ રોડ મૂળિયાપાટ સુવાગઢ સુધી ક્યારે પહોંચશે ?


















Recent Comments