અમરેલી

દામનગર આંગણવાડી કેન્દ્રો ઉપર કિશોરી મેળો યોજાયો

દામનગર શહેર ના વિવિધ વિસ્તારો ના આંગણવાડી કેન્દ્રો ઉપર મહિલા ઉત્ક્રષ અંગે ના કાર્યક્રમો તા.૦૧/૦૮/૨૩ થી તા.૦૮/૦૮/૨૩  દરમ્યાન રાજ્ય સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ ના આઈ સી ડી એસ દ્વારા મહિલા ઓને આર્થિક માનસિક સામાજિક સ્વાવિલંબી અને સક્ષમ બનાવવા નારી વંદના અંતર્ગત દામનગર શહેર ની વિવિધ આંગણવાડી કેન્દ્ર નંબર ૯૯.૯૬.૯૮.૧૦૦.૧૦૩ ના આંગણવાડી વર્કર હેલ્પર બહેનો દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કિશોરી મેળા નું આયોજન કરાયું હતું જેમાં શહેર ના અલગ અલગ વિસ્તારો ની આંગણવાડી કેન્દ્રો ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંગે માર્ગદર્શન પ્રદર્શન યોજાયા હતા

Related Posts