અમરેલી

દામનગર. આધાર કાર્ડની કામગીરી ગ્રામ પંચાયતના VCE ને સોપવામાં આવે તેવી મુખ્ય સમક્ષ જનકભાઈ તળાવીયા ની માંગ

દામનગર. આધાર કાર્ડની કામગીરી ગ્રામ પંચાયતના VCE ને સોપવામાં આવે તેવી મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરતા ભાજપ અગ્રણીશ્રી જનકભાઇ તળાવીયા.આધાર કાર્ડની યોજના સરકારશ્રી દ્રારા આપવામાં આવતી એક અનોખી ભેટસોગાંદ સ્વરૂપમાં મળેલ હોય  આધાર કાર્ડથી દેશના તમામ નાગરીકની એક આગવી ઓળખાણ ઉભી થયેલ છે. આધાર કાર્ડથી તમામ કામગીરી સરળતાથી થઇ શકતી હોવાથી ગુજરાત રાજ્યના તમામ નાગરીક આધાર કાર્ડથી વંચીત ન રહે તેમાટે સરકારી કચેરીઓમાં જ આધાર કાર્ડની કામગીરી થતી હોવાથી ગામડાના લોકોને પોતાનો કિંમતી સમય ફાળવીને તાલુકા કક્ષા સુધી જવું પડે છે પરંતુ ત્યા સમગ્ર તાલુકાના લોકો કામગીરી કરવા આવતા હોવાથી સમય મર્યાદાના કારણે કામગીરી શકય ન બનતી હોય જેના કારણે લોકોને કચેરીના બે થી ત્રણ ધક્કા ખાવા પડતા હોય છે આ પડતી મુશ્કેલીને દુર કરવા ગુજરાત રાજ્યનાં દરેક ગ્રામ પંચાયતો માં VCE ને આધાર કાર્ડ કાઢવા તેમજ અપડેટ કરવાની કામગીરી સોપવામાં આવે તેવી મુખ્યમંત્રીશ્રીને અમરેલી જીલ્લા પંચાયત સદસ્યશ્રી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી. તળાવીયા દ્રારા રજુઆત કરવામાં આવી

Related Posts