દામનગર આરોગ્ય વિભાગ નું મચ્છર નાબુદી અભિયાન
દામનગર શહેરી વિસ્તારોમાં પાણીજન્ય રોગ તેમજ વાહક જન્ય રોગ અટકાયતીના કામગીરીના ભાગરૂપે હાઉસ ટુ હાઉસ પોરાનાશક કામગીરી, ક્લોરીનેશન કામગીરી તેમજ ખાડા ખાબોચિયામાં દવા છટકાવ અને બળેલ ઓઇલ નાખીને મચ્છર ઉત્પત્તિ સ્થાનો ની અટકાયત કામગીરી કરવામાં આવેલ. જેમાં લાઠી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. આર આર મકવાણા સાહેબ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જરખીયાના મેડિકલ ઓફિસર શ્રી ડો. નિશિત છત્રોલા સાહેબ ના માર્ગદર્શન હેઠળ દામનગર આરોગ્ય સ્ટાફ ડો. શીતલબેન રાઠોડ, સુપરવાઇઝર ભરતભાઈ સોલંકી, પ્રિયકાન્ત ભટ્ટી, વિશાલ સભાડ, મહેબૂબ પરમાર, પૂર્વી પડાયા, આરતી ભોજાણી, રીનાબેન રાઠોડ, યશસ્વીબેન લંગાળીયા દ્વારા દામનગર શહેરમાં મચ્છર નાબૂદી અભિયાન કાર્યક્રમને વેગ આપવામાં આવ્યો હતો.
Recent Comments