દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી “અંધેરી નગરી ને ગંડુ રાજા” કોને ખબર લશ્કર ક્યાં લડે છે એક માસ થી રસ્તા ઉપર મીઠા પીવા ના પાણી અવિરત વહી રહ્યા છે
દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ નું “અંધેરી નગરી ને ગંડુ રાજા”દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના ઓવરહેડ થી ગ્રામ્ય માં જતી લાઈન તૂટી જતા એક મહિના થી પીવા નું મીઠું પાણી જાહેર રસ્તા ઉપર ચાલી રહ્યા નું કાર્યપાલક ઈજનેર લીલીયા જાણેપોતા ના પ્રાઇવેટ વેપારમાં રચ્યા પચ્યા રહેતા પાણી પુરવઠા ના કર્મચારી ઓ બઘુ જાણે છે એક મહિના થી પીવા ના મીઠા પાણી નો જાહેર રસ્તા ઉપર વ્યય થાય છે છતાં રિપરીગ માટે તંત્ર ને જે સી બી ન મળ્યું હોવા નું બહાનું બતાવી રહ્યા છે.
ગ્રામ્ય માં જતી પાણી પુરવઠા ની લાઈન માંથી ગેર કાયદેસર ખાનગી કનેક્શન દેવા માં માહેર પોતા ના વેપાર ધંધા રચ્યા પચ્યા રહેતા પાણી પુરવઠા ના અમુક કર્મચારી ઓતો વર્ષો થી પાણી પુરવઠા માં ડોકાતા નથી અમુક તો અન્ય શહેરો માં વસવાટ કરે છે દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ને લગતી ફરિયાદો દામનગર ખાતે કચેરી કોઈ ક્યારેય હાજર ન હોવા થી ટેલિફોનિક મોટા લીલીયા કાર્યપાલક ઈજનેર ને કરાય તો જવાબ મળ્યો જે સી બી નથી મળ્યું શુ એક મહિના થી ખૂબ મીઠા પાણી નો વ્યય અટકાવવા જે સી બી નહિ મળતું હોય ?
દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી માં સરકાર ની પક્ડ નહિ હોય વર્ષો થી એકજ જગ્યા નોકરી કરતા કર્મચારીઓ સતત ઘેર હાજર કે ગેરહાજર રહેતા ગુંલાટી બાજો વિરુદ્ધ અવાર નવાર ફરિયાદો ઉઠી રહી છે વારંવાર લાખો લીટર મીઠા પીવા ના પાણી ની લાઈનો તૂટવા ખાનગી કનેક્શનો આપવા પોતા પ્રાઇવેટ વેપાર રચ્યા પચ્યા રહેતા અને અન્ય શહેરો માં વસવાટ થી રેઢી કચેરી કેટલા સમય ચાલશે? ઢસા રોડ જિલ્લા બેંક સામે એક માસ થી અવિરત ચાલતા મીઠા પાણી નો વ્યય અટકશે કે કેમ?
Recent Comments