અમરેલી

દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની વધતી ફરિયાદો સામે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કાર્યપાલક ઈજનેર નાયબ કાર્યપાલક ઈજનેર સાથે વિઝીટ કરી પણ પગલાં લેવાશે ?

દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ કચેરી ની વધતી ફરિયાદો થી વિઝીટ કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર કાર્યપાલક ઈજનેર નાયબ કાર્યપાલક ઈજનેર સહિત ના કાફલા એ કાળુભાર પાણી પુરવઠા ની મુલાકાત  લેતા ૧૯૯૮ થી એકજ જગ્યા એ વગર નોકરી એ પોતા ની દુકાનો ચલાવતા કર્મચારી ઓ એકાએક હાજર થયા વિશાળ કચેરી કમ્પાઉન્ડ ની ૧૦ લાખ ઈટો ક્યાં ? તેવો સવાલ કરતા કાર્યપાલકે લુલો બચાવ કર્યો ઇમલો અમારે નાખવા જવો પડે શુ ? સરકારી કચેરી નો ઇમલો નાખવા જવો પડે ખરો ? વગર હરાજી એ સગેવગે થયેલ કરોડો ના ઇમલા ની તપાસ થશે કે ? તપાસ ના નામે ડીડક ક્યાં સુધી ? રેકર્ડ રૂમ ઉકરડા માં ફેરવાયું છે ફિલ્ટર પ્લાન વર્ષો થી બંધ ફિલ્ટર વગર વર્ષો થી પીવા વિતરણ ખુલ્લા સંપ માંથી કરાય રહ્યું છે પાણી પુરવઠા ની વધતી ફરિયાદ થી ધારાસભ્ય ઠુંમરે  ઉચ્ચ અધિકારી સાથે સ્થળ વિઝીટ તો કરી પણ સતત પોતા ની દુકાનો ચલાવી વગર નોકરી એ ૧૯૮૯ થી પગાર મેળવતા  કર્મચારી ઓ અને રોજમદારો ની ફરજ શુ ? કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની બેદરકાર એ સંપૂર્ણ નામશેષ થયેલ પાણી પુરવઠા બોર્ડ ની કચેરી માં  જવાબદારો તંત્ર સામે  પગલાં લેવાશે ? સરકારી ક્વાર્ટરો માં ખાનગી ભાડુઆત કેમ ? ગામડા ઓમાં જતી લાઈનો માંથી ૨૪ કલાક મીઠું પાણી મેળવતા કર્મચારી ઓના સગા સબધી ઓને ના જોડાણ ની તપાસ થશે ? આવા ભૂતિયા જોડાણો દૂર થશે? ખોટા મોટર બાંધ્યા ના બિલ પાઇપો સ્ક્રેપ લાખો ઈટો ક્યાં ?  હિસાબ લેવાશે ? પાણી પુરવઠા નું કુલ મહેકમ સામે કાર્યપાલક ઇજનેરે બે કર્મચારી જ દર્શાવ્યા ખાનગી કોન્ટ્રાકટ પ્રથા થી ચાલતા કાળુભાર પાણી પુરવઠા બોર્ડ માં બે કર્મચારી અને ૧૩ રોજમદાર ને  પગાર વેતન ચૂકવાય છે તેની પાસે શુ કામગીરી લેવાય રહી છે  ?  આવા અનેકો સવાલ મુદ્દે તંત્ર છુપ કેમ ? આ અંગે ધારાસભ્ય જાણે છે કે અજાણ છે ? ઉચ્ચ અધિકારી અને ધારાસભ્ય ની સ્થળ વિઝીટ પછી આ અંગે શુ નિર્ણય લેવાય તે જોવું રહું કે પછી આ વિઝીટ ઢાંકપીછોળો સાબિત થશે 

Related Posts