fbpx
અમરેલી

દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના ગુલાટીબાજ કર્મચારીઓના કારણે “રામભરોસે પાણી પુરવઠા બોર્ડ”

દામનગર શહેરી વિસ્તાર સહિત ૩૨ જેટલા ખારાપાટ ના ગ્રામ્ય માટે બનેલ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ગુલાટીબાજ કર્મચારી ની બેદરકારી એ “રામ ભરોસે” પાણી પુરવઠા કચેરી બની કરોડો ના કાળા કારોબાર માટે સુવિખ્યાત બની ગયેલ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ પાસે જાણીતા RTI એક્ટિવિસ્ટ નાથાલાલા સુખડીયા એ માહિતી માંગી પોતા ના અંગત વિકાસ માં રચ્યા પચ્યા તંત્ર ના કર્મચારી ઓ અન્ય શહેરો માં રહી  કાળુભાર પાણી પુરવઠા બોર્ડ માંથી ખૂબ મોટો  પગાર મેળવતા ગુલાટીબાજ કર્મચારી ઓ વર્ષો થી એકજ જગ્યા એ કેમ ?

પાણી પુરવઠા બોર્ડ નું ખાનગી કોન્ટ્રક થી સંચાલન થતું હોય તો વગર નોકરી એ પગાર કેમ ? કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના કર્મચારી ઓએ ગામડા માંથી જતી લાઈનો માંથી પોતા ના મળતિયા કનેક્શનો આપી વર્ષે લાખો ની કમાણી કરતા ભ્રષ્ટબાબુ સામે વારંવાર ની ફરિયાદો છતાં ઉપરી અધિકારી છુપ કેમ ?  મુલ્કી સેવાઓ નોકરી ની સામાન્ય શરતો નિયમો વિરુદ્ધ ખાનગી ધંધા વેપાર બિઝનેસ કરી રહેલ પાણી પુરવઠા બોર્ડ માં ૧૯૮૮/૮૯ થી એકજ જગ્યા એ ચીટકી ગયેલ કર્મચારી ઓની બદલી માટે સંકલન માં થયેલ ફરિયાદ બાદ સ્થાનિક નેતા ઓના ઘુંટણી એ પડી બદલ બંધ રાખવતા ગુલાટીબાજ સામે વધુ એક આર ટી આઈ દામનગર શહેર માં આવેલ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ના ઇમલા ને કોઈ જાત ના જાહેરનામાં કે અપસેટ કિંમત નક્કી કર્યા વગર કરોડો નો ઇમલો બારોબાર વેચી અપ્રમાણ સર મિલ્કત ઉભી કરી લેનાર કાળુભાર પાણી પુરવઠા અને કાર્યપાલક ઈજનેર ની વિગતો માંગતા આર ટી આઈ એક્ટિવિસ્ટ સુખડીયા કાર્યપાલક ઈજનેર ઓફીસ ના બંને ક્લાર્ક ઉપર દોઢ ટન ને બે એસી લગાવી મોટો વીજ વપરાશ કરતા તંત્ર પાસે છેલ્લા બે વર્ષ ના વીજ બિલ માંગવા માં આવ્યા નાણાં વિભાગ ના ઠરાવ પરિપત્ર ને અવગણી નોકરી ની સામાન્ય શરતો સિવિલ સર્વિસ રુલ્સ ૧૯૭૧ નો તંત્ર દ્વારા ઉલાળીયો કેમ ? કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ભ્રષ્ટ બાબુ ઓના કારણે બની રામ ભરોસે પાણી પુરવઠા બોર્ડ બની ગયેલ દામનગર કાળુભાર કચેરી ના કર્મચારી ઓનું મહેકમ નોકરી ઇમલો વિગેરે ની વિગતો માંગવા માં આવી છે.

Follow Me:

Related Posts