fbpx
અમરેલી

દામનગર ખેડૂતો ને રેવન્યુ ખોડિયારનગર રહીશો ને કાયમી રસ્તા ની સમસ્યા ઉકેલવા ધારાસભ્ય ઠુંમર અને તાલુકા મામલતદાર ની સ્થળ વિઝીટ

દામનગર શહેર માં ખેડૂતો ને રેવન્યુ રસ્તો અને ખોડિયારનગર ને કાયમી રસ્તો મળે તેવી પ્રાંત કચેરી મદદનિશ કલેકટર ઉત્સવ ગૌતમ ના સંકલન માં ઠુંમરે કરેલ રજુઆત બાદ સ્થળ વિઝીટ કરતા ધારાસભ્ય ઠુંમર અને તાલુકા મામલતદાર ગઢવી સાહેબ સહિત પાલિકા વહીવટી તંત્ર એ રસ્તા ની સમસ્યા અંગે વિગતો મેળવીરેલવે ફાટક બંધ થવા થી  ઉભી થયેલ સમસ્યા રેવન્યુ રસ્તા વગર ૮૦૦ વિધા થી વધુ ખેતી ની બિન ખેડવાણ જમીન ના ખેડૂતો  અને આર્થિક પછાત વસાહત ખોડિયાર ને કાયમી રસ્તો મળે તેવી અવાર નવાર ની રજુઆત પછી લાઠી પ્રાંત સમક્ષ ખેડૂતો અને ખોડિયાર નગર ના રહીશો દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા પ્રાંત સંકલન માં મદદનિશ કલેકટરે તાલુકા મામલતદાર શ્રી લાઠી અને ધારાસભ્ય સ્થાનિક પાલિકા તંત્ર એ સ્થળ વિઝીટ કરી પ્રશ્ન ઉકેલવા ના આદેશ થી ધારાસભ્ય ઠુંમર તાલુકા મામલતદાર ગઢવી નાયબ મામલતદાર એસ બી ત્રિવેદી નગર પાલિકા ઈજનેર પાલિકા સદસ્યો સહિત સ્થાનિક ખેડૂતો અને ખોડિયાર નગર ના રહીશો ને રૂબરૂ સાંભળી રસ્તા ની સમસ્યા ઉકેલાય તેવો હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો આ પ્રશ્ને વારંવાર ખેડૂતો ના અને ખોડિયારનગર ના રસ્તા પ્રશ્ને સતત ઉઘરાણી કરતા જીતુભાઇ નારોલા ભુપતભાઇ માલવીયા દેવેન્દ્ર જુઠાણી સચિનભાઈ બોખા હરેશભાઇ પરમાર દ્વારા ધારાસભ્ય સમક્ષ રજૂઆતો થી ઠુંમરે પ્રાંત સંકલન માં મદદનિશ કલેકટર ઉત્સવ ગૌતમ ની વિઝીટ કરવા માંગ સંદર્ભે તાલુકા મામલતદાર શ્રીની વિઝીટ નક્કી થતા આજરોજ તા૪/૨/૨૨ ના રોજ ગઢવી સાહેબે સ્થળ વિઝીટ કરી હતી રેલવે તંત્ર ને સંકલન માં બોલાવી રેલવે હદ નક્કી કરી રસ્તો આકારવા પાલિકા તંત્ર અને રેવન્યુ તંત્ર પાલન નકશા આધાર અભીપ્રાય સાથે ઉપસ્થિત રહેવા આદેશ અપાયો છેછેલ્લા ઘણા વર્ષ થી રેલવે ફાટક બંધ થવા થી ૪૫ જેટલા ખેડૂતો ની ૮૦૦ વિધા કરતા વધુ ખેતી ની જમીન રસ્તા વાંકે બિન ખેડવાણ પડી રહેવા પામી હતી અને શહેર ની આર્થિક પછાત વસાહત ખોડિયારનગર ના રહીશો જીવ ના જોખમે રેલવે ટ્રેક ઓળગી અવર જવર કરી રહ્યા છે આવી સમસ્યા ના સુખદ ઉકેલ માટે  હકારાત્મક અભિગમ સાથે ધારાસભ્ય ઠુંમર અને તાલુકા મામલતદાર ગઢવી સાહેબ ના પ્રયાસ થી ખેડૂતો અને ખોડિયારનગર ને કાયમી રસ્તો મળે તે માટે ખેડૂતો અને સ્થાનિક રહીશો ના ચહેરા પર આનંદ દેખાયો વર્ષો થી રસ્તા ની સમસ્યા ભોગવતા ખેડૂતો અને ખોડિયારનગર ના રહીશો માં સમસ્યા ઉકેલાશે તેવી આશા બધાય છે સ્થળ વિઝીટ બાદ સમસ્યા તંત્ર ના ધ્યાને તો આવી ને ? તેનો સંતોષ સ્પષ્ટ જોવા મળ્યો હતો ધારાસભ્ય ઠુંમરે સતત ખેડૂતો અને ખોડિયારનગર ની જનતા ની સમસ્યા માટે સંકલન થી લઈ તંત્ર ની સ્થળ વિઝીટ સુધી સતત પ્રયત્ન કર્યા તેથી ખેડૂતો અને રહીશો આભાર વ્યક્ત કર્યો હતો 

Follow Me:

Related Posts