દામનગર ગાયત્રી મંદિર ખાતે લાઠી તાલુકા પેન્શનર સમાજ ની બેઠક મળી
દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે લાઠી તાલુકા પેન્શનર સમાજ ની બેઠક પૂર્વ સર્કલ પ્રમોદભાઈ જોશી ની અધ્યક્ષતા મળી હતી લાઠી તાલુકા પેન્શનર સમાજ ના પ્રમુખ ભાલાળા સાહેબે તમામ પેન્શનરો નો સત્કાર કર્યો હતો પેન્શનર સમાજ દ્વારા આયોજિત આ બેઠક માં પેન્શનરો ની મોટી સંખ્યા માં હાજરી જોવા મળી હતી તાલુકા પેન્શનર સમાજ ના હોદેદારો એ પેન્શનરો ની વિવિધ સમસ્યા જાણી પેન્શનર સમાજ ની સંસ્થા ના હિસાબો વંચાણે લીધા હતા અને સરકાર સમક્ષ ચાલતી રજૂઆતો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન બાદલભાઈ ભટ્ટ દ્વારા કરાયું હતું
Recent Comments