દામનગર ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે બુધવારે નેત્રયજ્ઞ યોજાશે રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડસજી બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો ની સેવા એ અતિ આધુનિક ટેકનોલોજી ધરાવતી સંત શ્રી રણછોડદાસબાપુ હોસ્પિટલ રાજકોટ નો નેત્રયજ્ઞ બુધવારે તા.૩૦/૩/૨૦૨૨ સવાર ના.૯-૩૦ થી બપોર ના ૧૨-૩૦ કલાક સુધી દામનગર ગાયત્રી મંદિર ખાતે યોજાશે
આંખ ને લગતા તમામ રોગ ની તપાસ સારવાર અને મોતિયા ના દર્દી નારાયણો ને સંપૂર્ણ ફ્રી નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના દર્દી ઓ માટે શુદ્ધ ધી.નો શિરો રહેવા જમવા ચા પાણી અલ્પહાર દવા ટીપા બ્લેન્કેટ ધાબળો અપાશે દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ શ્રી. ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે બુધવાર ના રોજ નેત્રયજ્ઞ યોજાશે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ લેવા અનુરોધ




















Recent Comments