દામનગર ગાયત્રી મંદિર સાંસ્કૃતિક હોલ ખાતે જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો
દામનગર ગાયત્રી મંદિર સાંસ્કૃતિક હોલ ખાતે જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો.
દામનગર પોલીસ પરિવાર અને રેડકોર્સ સોસાયટી ભાવનગર ના સંકલન થી સુંદર આયોજન કરાયું.
જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત યોજાયેલ રક્તદાન કેમ્પ માં દામનગર શહેર પોલીસ ની સેવા કર્તવ્ય નિષ્ઠા પરોપકારી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા રક્તદાતા યુવાનો એ લાઈનો લગાવી.
દામનગર ગાયત્રી મંદિર ખાતે પોલીસ પરિવાર આયોજિત રક્તદાન કેમ્પ માં હોમગાર્ડ શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ અને સ્થાનિક અગ્રણી ઓ યુવાનો ગ્રામ્ય વિસ્તાર ના સરપંચ શ્રી એ ઉત્સાહ ભેર રક્તદાન કેમ્પ માં સેવા આપી હતી.
સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પ માં રક્તદાન ની મહત્તા દર્શવાતા પોસ્ટર બેનર અને હદયસ્પર્શી સૂત્રો લગાવ્યા હતા અમરેલી જિલ્લા પોલીસ સેવા સેતુ સોસાયટી દ્વારા જનસેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતી દામનગર શહેર પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજી માનવતાવાદી અભિગમ અપનાવી સદેશ આપ્યો હતો.
Recent Comments