દામનગર ના સ્વ મોહનભાઇ દીયાળભાઈ નારોલા પરિવાર ના પુત્રવધુ ગીતાબેન કાંતિભાઈ નારોલા પ્રમાણિકતા નું પ્રેરણાત્મક ઉદારણ દિવાળી પછી બે વખત મોટી રકમ ભરેલ પાકીટ રસ્તા માંથી મળી આવતા બંને વખત ખાત્રી કરી મુળ વ્યક્તિ ને પાકીટ પરત કરી પ્રમાણિકતા દર્શાવી હતી દિવાળી વેકેશન દરમ્યાન માં બનારસ થી દર્શન કરી આશ્રમ બહાર નીકળતા રસ્તા માં ખૂબ મોટી રકમ નું પાકીટ મળ્યું હતું તે મૂળ માલિક ને પરત કર્યું ગત તા ૨૦/૧/૨૨ ના રોજ દામનગર ખાતે કાળુભાર પાણી પુરવઠા ના ઈજનેર બ્રિજેશ મુકેશભાઈ નારોલા ના લગ્ન પ્રસંગે ૧૧૧ પ્લોટ વિસ્તારમાં પધારેલ મૂળ દામનગર ના હાલ સુરત સ્થાયી કાંતિભાઈ મોહનભાઈ નારોલા તેમના પત્ની ગીતાબેન કાંતિભાઈ નારોલા અને પુત્ર પંકજભાઈ (ભૂરિયો) પૂત્રવધુ છાયાબેન પંકજભાઈ નારોલા વિગેરે દામનગર ખાતે લગ્ન પ્રસંગ કરી પરત સુરત જવા નીકળ્યા હતા ૧૧૧ પ્લોટ સોસાયટી માથી બહાર જવા ના રસ્તે ૧૪ હજાર થી વધુ ની રકમ અને મહત્વ ના આધાર પુરાવા કાગળો ભરેલ પાકીટ ગીતાબેન ને મળ્યું હતું તે પાકીટ દામનગર ના ચારણીયા વસીમભાઈ બરકતભાઈ નું હોવા નું જણાય આવતા આ પાકીટ પરત કરી પ્રમાણિકતા નું ઉમદા ઉદરણ પૂરું પાડ્યું હતું
દામનગર ગીતાબેન નારોલા ને રસ્તા માંથી મળી આવેલ મોટી રકમ ભરેલ પાકીટ મૂળ માલિક પરત કરી પ્રમાણિકતા નું ઉમદા ઉદરણ પૂરું પાડ્યું

















Recent Comments