અમરેલી

દામનગર ગુજરાત ગેસે ઘેર ઘેર કનેક્શન માટે તમામ વિસ્તાર માં લાઈન પાથરવા રસ્તા માં મીટર મીટર ના અંતરે ખાડા કરી ગેસ લાઈન તો પાથરી પણ રસ્તા રિપેરીગ કોણ કરશે ?

દામનગર ગુજરાત ગેસે ઘેર ઘેર કનેક્શન માટે  શહેર ના તમામ વિસ્તાર માં લાઈન પાથરવા રસ્તા માં બે – બે મીટર  ના અંતરે ખાડા કરી ગેસ લાઈન તો પાથરી રસ્તા રિપેરીગ કોણ કરશે ? શહેર ભર ના દરેક વિસ્તારો માં ગેસ લાઈન પાથરી તેને ઘણો સમય થયો હવે ગેસ કનેક્શન માટે એજન્સી તૈયારી કરે છે પણ રસ્તા રિપેરીગ નું શુ ? દૂધ નો દાજયો છાસ પણ ફૂંકી ને પીવે તેમ દામનગર ભૂગર્ભ ગટર ના વર્ષો બાદ રસ્તા રિપેરીગ મુદ્દે કોન્ટ્રકટર અને પાલિકા વચ્ચે ઇલું ઇલું થયું અને શહેરીજનો વર્ષો થી પીડાય રહ્યા છે ત્યાં ગુજરાત ગેસે ઘેર ઘેર ગેસ કનેક્શન માટે લાઈન પાથરવા જુના અને નવા બનેલ પેવર બ્લોક રસ્તા ઓ ખોદી ગેસ લાઈન તો નાખી પણ રોપેરીગ કોણ કરશે ? આ અંગે પાલિકા અને એજન્સી વચ્ચે જે  એગ્રીમેન્ટ થયું હોય તે પણ રસ્તા રિપેરીગ તો કરો આ અંગે ધારાસભ્ય સહિત ગુજરાત ગેસ એજન્સી ના મેનેજર અને શહેરી વિકાસ વિભાગ માં સ્થાનિક નાગરિક નટવરલાલ ભાતિયા એ પત્ર પાઠવી રજુઆત સાથે ખુલાસો માંગ્યો ગેસ એજન્સી એ લાઈન નાખવા ના કામે તોડેલ રસ્તા કોને ક્યારે કેટલા સમય માં રીપેર કરવાના છે 

Follow Me:

Related Posts