દામનગર ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના જન્મદિન ની લટુરિયા હનુમાનજી મંદિર ખાતે સેવાદાસબાપુ ના સાનિધ્ય માં ઉજવણી

દામનગર ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ માનનીય શ્રી સી.આર.પાટીલ સાહેબ ના જન્મ દિવસ નિમિતે લટુરિયા હનુમાનજી મંદિર ખાતે મહંત સેવાદાસ બાપુ ના સાનિધ્ય માં આરતી સાથે ઉજવણી કરવામાં આવી તેમજ બાળકોને ભાજપ અગ્રણી જનકભાઈ તળાવિયા તરફથી ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું. આ તકે દામનગર નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રિતેશભાઇ નારોલા શહેર મહામંત્રી શ્રી સતીશગીરી બાપુ, દામનગર યુવા મોરચાના પ્રમુખ નરેશ મકવાણા, નગરપાલિકાના સદસ્ય શ્રી હિંમતભાઈ આલગિયા સદસ્ય ખીમજીભાઇ ભરવાડ અરવિંદભાઈ બોખા જેન્તીભાઈ નારોલા, જીતુભાઈ નારોલા લાઠી તાલુકા ભાજપ મહામંત્રી શ્રી દિનેશભાઇ જમોડ તેમજ દામનગર યુવા મોરચાના કાર્યકર તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
Recent Comments