દામનગર ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ બ્રહ્મલિન થયા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ના પ્રણેતા કરુણા વત્સલ્ય પૂજ્ય દયારામબાપુ ઠોડા વાળા ની નિશ્રા માં તા૭/૩/૨૧ ના રોજ ૧૭ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો હતો ખૂબ મોટો સેવક વર્ગ ધરાવતા પૂજ્ય દયારામબાપુ તા૮/૩/૨૧ ના બપોર ના ૧-૨૫ કલાકે બ્રહ્મલીન થયા ઢસા રોડ સીતારામ આશ્રમ ખાતે બાપુ બ્રહ્મલિન થયા ઉદાર હદય એક મુલાકાત માં જ અમીટ છાપ છોડી દરેક ના દિલ માં ઉંચો આદર ઉભો કરવા ની માનવતા વાદી દ્રષ્ટિ દયારામ નામ જેવા જ ગુણ સંપન્ન દરેક જીવાત્મા ઉપર કરુણા વરસાવતા દયારામબાપુ બ્રહ્મલીન થયા ના સમાચાર થી સમગ્ર સેવક સમુદાય માં શોક વ્યાપી જવા પામ્યો છે સોરાષ્ટ્ર ગુજરાત માં ખૂબ મોટો સેવક વર્ગ ધરાવતા દયારામબાપુ પ્રેરિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અને અગિયાર ઉત્સવ સતસંગ થી ખૂબ પ્રચલિત ખૂબ પ્રભુ ભજન ના હિમાયતી પૂજ્ય દયારામબાપુ ઠોડા વાળા સીતારામ આશ્રમ ઢસા રોડ દામનગર ખાતે પૂજ્ય બાપુ ના નશ્વર દેહ અંતિમ દર્શન તા૯/૩/૨૧ સુધી થશે તેમ સીતારામબાપુ એ જણાવ્યું હતું
દામનગર ગુરુમુખી સંતશ્રી દયારામબાપુ બ્રહ્મલીન સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવના પ્રણેતા દયા ના સાગર અંન્ત માર્ગે

Recent Comments