દામનગર ગુરૂકુળ ખાતે સત્સંગ અભ્યુદય યાત્રા એવમ ભવ્ય શાકોત્સવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલના ઉપલક્ષ્યમાં યોજાશે
દામનગર શ્રી સ્વામી નારાયણ ગુરૂકુળ ખાતે સત્સંગ અભ્યુદય યાત્રા એવમ ભવ્ય શાકોત્સવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલના ઉપલક્ષ્યમાં યોજાશે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે દામનગર, કાચરડી, હજીરાધાર, નારણગઢ, ઢસા, ધ્રુફણીયા, ધામેલ, વીકળીયા, જલાલપુર, રાભડા, લાઠી, રામપરા, નાના રાજકોટ, હાવતડ, પીપળવા, આંબરડી, ભટવદર, કરકોલીયા, હીરાણા, રસનાળ, વીરપુર, ભીંગરાડ સહિત શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના સતસંગી ઓમાં અનેરો ઉત્સાહ શ્રી અક્ષરધામાધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપાથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી તથા વડીલ પૂજ્ય સંતોના આશીર્વાદથી વડતાલ, ગઢડા, ધોલેરા તથા જુનાગઢ મંદિરના વહીવટી ટ્રસ્ટી બોર્ડ, સત્સંગ શ્રેષ્ઠીઓ તેમજ સમસ્ત સત્સંગીઓના સાથ સહકારથી વડતાલ મીટીંગમાં પૂ. આચાર્ય મહારાજશ્રી તથા વડતાલ દક્ષિણ દેશ ગાદીના વડિલ સંતોની મધ્યમાં નક્કી થયા મુજબ દક્ષિણ દેશના મહા મંદિરો વડતાલ, ધોલેરા, જુનાગઢ અને ગઢપુર મંદિરોના ૨૦૦ વર્ષ દ્વિશતાબ્દી વર્ષ આગામી વર્ષોમાં ઉજવવામાં આવનાર હોઈ, તેના ભાગ રૂપે સત્સંગ વિકાસ અર્થે અભ્યુદય યાત્રા તથા શિબિરો તથા સામાજિક પ્રવૃત્તિના વિવિધ આયોજનની ઝુંબેશ શરૂ કરવાનુ નિર્ધારેલ છે તેના ભાગરૂપે ગઢડા પ્રદેશના ગામડાઓમાં યાત્રા આયોજન કરેલ છે. સંતો ઉપસ્થિત રહીને કથા-વાર્તા તેમજ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત થનાર વિવિધ આયોજનોની માહિતી આપશે. સાથો સાથે ધનુર્માસ નિમિત્તે શાકોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે અનુકુળતાએ પૂ. મહારાજશ્રી તથા વડીલ સંતો ખાસ ઉપસ્થિત રહી દર્શન-આશીર્વચનનો લાભ આપશે. તો દ્વિશતાબ્દી ઉત્સવ-યાત્રાને સફળ બનાવવા સર્વ સતસગી સમાજ ને
શ્રી ચંન્દ્રપ્રસાદદાસજી સ્વામી સ્વામી શ્રી વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી આનંદસ્વરૂપદાસજી તથા ગુરુકુળ પરીવાર દામનગર દ્વારા અનુરોધ ચેરમેન શ્રી હરિજીવનદાસજી સ્વામી ગોપીનાથજીદેવ મંદિર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દામનગર, ભૂરખિયા રોડ, ખાતે આગામી ૧૭ જાન્યુઆરી ના રોજ ભવ્ય સત્સંગ અભ્યુદય યાત્રા એવમ દિવ્ય શાકોત્સવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલના ઉપલક્ષ્યમાં યોજાશે
Recent Comments