fbpx
અમરેલી

દામનગર ગોપાલધામ આશ્રમ આયોજિત શ્રી રામચરિત્ર માનસ યજ્ઞયજ્ઞ નો પ્રારંભ

દામનગર ના છભાડીયા રોડ વાવટેશ્વર હનુમાનજી મંદિર ગોપાલધામ આશ્રમ આયોજિત શ્રી રામચરિત્ર માનસ યજ્ઞયજ્ઞ નો શાસ્ત્રી જીતુભાઇ ત્રિવેદી (ચિરોડાવાળા) ના વ્યાસાસને પ્રારંભ મહંત શ્રી કૃષ્ણદાસ બાપુ પંચ દીગંબર અખાડા ગુરૂ શ્રી ગોપાલદાસબાપુ આશ્રમ વાવટેશ્વર હનુમાનજી મંદિર પરિસર માં સેવક સમુદાય દ્વારા આયોજિત રામકથા ચૈત્રવદ એકમ ને તા.૦૭/૦૪/૨૩ ને  શુક્રવાર ના રોજ પ્રારંભ  શ્રી રામચરિત્ર માનસ યજ્ઞયજ્ઞ ની પોથી યાત્રા બજરંગનગર થી પ્રસ્થાન થઈ શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ફરી શ્રી વાવટેશ્વર હનુમાનની મંદિર કથા સ્થળે પહોંચશે કથા દરમ્યાન શિવવિવાહ રામ જન્મોત્સવ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધનુષ્યભંગ પરશુરામ આગમન શ્રી રામ વિવાહ શ્રી રામ હનુમાનજી મિલાપ રામેશ્વર પૂજન રાવણ વધ જેવા દેવ ચરિત્ર વેશભૂષા ઉત્સવ સાથે ભવ્ય ઉજવણી સાથે વિદ્વાન વક્તા ની માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે કથા દરમ્યાન અનેકો સંતો નું આગમન દરરોજ શ્રાવકો શ્રધ્ધાળુ ભાવિકો ને ભોજન પ્રસાદ અને રાત્રી એ ધૂન ભજન કીર્તન સતસંગ યોજાશે કથા પુર્ણાહુતી આગામી ૧૫ એપ્રિલ ચૈત્રવદ ૧૦ ને શનિવાર ના રોજ થશે .

Follow Me:

Related Posts