fbpx
અમરેલી

દામનગર જીવદયા પરિવાર ટ્રસ્ટ સંચાલિત નંદીશાળા ના આશ્રિત બળદો માટે સુરત શહેર માં ઉત્તરાયણ પર્વે એ ત્રણ સ્ટોલ માં ઉદાર સખાવત કરતા શહેરીજની

દામનગર શહેર માં જીવદયા પરિવાર ટ્રસ્ટ સંચાલિત નંદીશાળા માં આશ્રિત બળદો માટે સુરત શહેર ના અલગ અલગ વિસ્તારો માં સ્વંયમ સેવી યુવાનો એ ઉત્તરાયણ પર્વે એ ત્રણ જગ્યા એ પરમાર્થ સ્ટોલ નું સુંદર આયોજન કર્યું હતું તેમાં ઉદારહાથે સખાવત કરતા દાતા દ્વારા બળદો ના નિર્વાહ માટે પાંચ લાખ જેવી રકમ એકત્રિત થઈ હતી દામનગર ના હાલ સુરત વતન પ્રેમી મગનભાઈ બુધેલીયા પરિવાર ના પુત્ર રત્ન એ સદગત માતા પિતા ની પુણ્યસ્મૃતિ માં એક લાખ પચીસ હજાર નું દાન આપી અબોલ જીવો માટે કરુણા વરસાવી હતી   હિન્દૂ ધર્મ માં આવતા દરેક પર્વ દાન ધર્મ અને પરમાર્થ નું અનુમોદન કરે છે તેમાંય ખાસ મકરસંક્રાંતિ એટલે દ્રવ્યદાન ની ખૂબ મહતા હોય છે દામનગર શહેર માં જીવદયા પરિવાર ટ્રસ્ટ ની અનોખી સેવા બળદો ની સેવા કરાય છે ગૌવંશ બળદો નું લાલન પાલન કરતી સંસ્થા ના સ્વંયમ સેવકો એ સુરત શહેર માં ત્રણ વિસ્તારો માં મુકેલ સ્ટોલ માં દાન પાત્ર માં ચીકાર આવક થઈ અનેકો પરિવારે નંદીશાળા ના આશ્રિત બળદો માટે કાયમી શેડ અને રોકડ રકમ નિરણ ખોળ ગોળ નું દાન કર્યું હતું પરમાર્થ ના સુંદર કાર્ય માં જોડાયેલ સ્વંયમ સેવકો ની અબોલ જીવો માટે ની યાચીકા બળદો માટે આશીર્વાદ રૂપ થઈ રહી છે 

Follow Me:

Related Posts