અમરેલી

દામનગર જ્ઞાન મંદિર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પી એસ આઈ યશવંતસિંહજી ગોહિલ પધાર્યા

દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે દામનગર પી એસ આઈ યશવંતસિંહજી ગોહિલ અને એસ એસ આઈ જયદેવભાઈ પધારતા સંસ્થા ના ટ્રસ્ટી નટુભાઈ ભાતિયા અને કર્મચારી ગણેશભાઈ નારોલા દ્વારા પુષ્પગુંચ થી સત્કાર કરાયો દામનગર શહેર માં સાહિત્ય ક્ષેત્રે ૧૨૮ વર્ષ થી અવિરત ચાલતું જ્ઞાન મંદિર  અતિ દુર્લભ પુસ્તકો નિહાળી ખૂબ પ્રભાવિત થતા પી એસ આઈ યશવંતસિંહજી ગોહિલ અને એ એસ આઈ જયદેવભાઈ ને સંસ્થા ની વિશેષતા ઓ જાણી અચરજ વ્યક્ત કર્યું ૩૬૫ દિવસ ખુલી રહેતી એકપણ રજા વગર કોઈ શુલ્ક લવાજમ વગર ચાલતી સંસ્થા ના દરેક વિભાગો નિહાળી સંસ્થા ની વિઝીટ બુક માં સુંદર સંદેશ લખ્યો હતો અને સંસ્થા ના તમામ ટ્રસ્ટી ઓ અને દાતા ઓ પ્રત્યે ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો 

Related Posts