દામનગર ડો વૃષાંક લાઠીગરા ને હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે MBBS ની પદવી એનાયત
દામનગર સમસ્ત સોની સમાજ નું ગૌરવ દામનગર શહેરમાં રહેતા સોની ચિમનલાલ ધનજીભાઈ લાઠીગરા (નિવૃત્ત આચાર્ય શ્રી શાળા નં ૨)ના પુત્ર અને કમલેશભાઈ લાઠીગરા (સમથૅ કૃપા જ્વેલર્સ)ના નાના ભાઈ અશ્વિનભાઈ ના સુપુત્ર એ MBBS ની ડીગ્રી પ્રાપ્ત કરી સોની સમાજ નું ગૌરવ વધાર્યું છે
ડો.વૃષાંક લાઠીગરા એ દામનગર માં ધો.૧૨ સુધી અભ્યાસ કરી ,ધો.૧૦ અને ૧૨ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરી NEET (UG) પ્રથમ પ્રયત્ને પાસ કરી GMERS MEDICAL CALLEDGE PATAN માં એડમિશન લઈ ૨૦૧૮ ની બેચ ના સૌથી યંગેસ્ટ ડોક્ટર બન્યા,તેમજ 2nd Year માં 3rd રેકં મેળવીને પરીવાર નુ ગૌરવ વધાર્યું છે તા.૦૩/૦૪/૨૪ ના રોજ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે યોજાયેલ Convocation program માં ડો.વૃષાંક લાઠીગરા ને MBBS ની ડીગ્રી આપવામાં આવી,તે બદલ દામનગર શહેર ના સમસ્ત સોની સમાજ એવમ શહેર ની સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા અગ્રણી ઓએ અભિનંદન પાઠવ્યા હતા
Recent Comments