અમરેલી

દામનગર ઢસા ખાતે મુરલીધર કોટન ઈન્ડસ્ટ્રીજમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાની આગેવાનીમાંગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલા સાહેબની ઉપસ્થિીમાં અમરેલી જિલ્લા ભાજપ પરીવાર દ્રારા ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો

પ.પૂ.શેરનાથબાપુ, પ.પૂ.ભયલુબાપુની વિશેષ ઉપસ્થિતી તેમજ પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણા, સહિત પ્રદેશ ભાજપનાં આગેવાનો તેમજ સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા, કેતનભાઈ ઈનામદાર, કાંતીભાઈ બલર, પ્રવિણભાઈ ઘોઘારી ઉપસ્થિતી રહયા હતા.
આજ રોજ મુરલીધર કોટન ઈન્ડસ્ટ્રીન્ઝ નારણગઢ પાસે ઢસા–દામનગર રોડ પર અમરેલી જિલ્લા ભાજપ પરીવારનું સ્નેહ મિલન સમારોહનું સુંદર આયોજન થયુ હતુ.આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ,પ્રભારી મંત્રી આર.સી.મકવાણા, પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા, જનકભાઈ બગદાણા, પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઈ કસવાલા, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, કેતનભાઈ ઈનામદાર, પ્રવિણભાઈ ઘોઘારી, કાંતીભાઈ બલર, જિલ્લા ભાજપ સંગઠન પંભારી સુરેશભાઈ ગોધાણી, જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયા, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખશ્રીઓ, પ્રદેશ ભાજપનાં હોદેદારશ્રીઓ, અમર ડેરીનાં ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા સહીત જિલ્લા ભાજપ ટીમ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.
જિલ્લા ભાજપ અમરેલી દ્રારા સમારોહમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનાં હસ્તે જનકભાઈ તળાવીયા અને તેમના પરીવાર દ્રારા લોકો માટે એમ્બ્યુલન્સનું લોકાપર્ણ કર્યુ હતુ. સાથે સાથે જનકભાઈ તળાવીયા અને તેમના પરિવાર દ્રારા રકતદાન એ મહાદાન સુત્રને ચરિતાર્થ કરતા ઉપરાંતની બ્લડ ડોનેશન કેમ્પમાં ર૬પ ઉપરાંતની રકતની બોટલો એકત્ર કરી હતી. વિશેષમાં સ્નેહ મિલન સમારોહમાં જનકભાઈ તળાવીયા અને તેના પરીવાર દ્રારા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની રજતતુલાનો કાર્યક્રમ યોજયો હતો. જેમાંથી મોધીંબેન લવજીભાઈ તળાવીયા ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી જરૂરીયાત મંદ ગરીબ દીકરીઓ, વિધવા સ્ત્રીઓ, કેન્સર પીડીત લોકો માટે તેમજ વિવિધ સેવાકીય પ્રવૃતિ માટે રજતતુલાની રકમ અર્પણ કરી હતી.
આ સ્નેહમિલન સમારોહ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશીકભાઈ વેકરીયાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ તેની ઉપસ્થિતીમાં અમરેલી જિલ્લા ભાજપ પરીવારના સૌ કાર્યકર્તાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને સાથે સાથે આવનારા વર્ષમાં અમરેલી જિલ્લાના સૌ કાર્યકર્તાઓ, આગેવાનોને નવા વર્ષમાં પુરા જોશ અને તાકતથી આવનારી વિધાનસભાની ચુંટણીમાં અમરેલી જિલ્લાની પાંચે પાંચે વિધાન સભા સીટ કમળ રૂપી ચુંટીને ગાંધીનગર મોકલવાના કોલ આપ્યા હતા.
આ સ્નેહ મિલન સમારોહમાં કેન્દ્રીયમંત્રી રૂપાલા સાહેબ અમરેલી જિલ્લા ભાજપના સૌ કાર્યકર્તાઓને નુતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને ગત વર્ષમાં કોરોના કાળ હોય કે તાઉતે વાવાઝોડા હોય જિલ્લા ભાજપ પરીવાર કાયમ લોકોની સેવા કરે છે એવુ કહી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાને અભિનંદન આપ્યા હતા.
પ.પૂ.શેરનાથબાપુએ સ્નહેમિલન સમારોહમાં કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ સાથે આર્શિવાદ પાઠવ્યા હતા. પ્ર્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ અમરેલી જિલ્લાનાં સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને સાથે સાથે જિલ્લા ભાજપ યુવાન પ્રમુખ કૌશીક વેકરીયાને પ્રદેશ ભાજપ દ્રારા આપવામાં આવતા દરેક કાર્યક્રમો અમરેલી જિલ્લો ખૂબ પ્રભાવી રીતે સુંદર કામ કરે છે તેમણે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્રારા કોરોના કાળમાં થયેલા મહારસીકરણ અભિયાન દ્રારા ૧૦૦ કરોડ લોકોને રસી આપી સુરક્ષિત કર્યા છે તે એ આ દેશનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આભારી છે. આપણી પાર્ટીનાં દરેક કાર્યકર ખંત અને મહેનતથી પેઈજ સમિતી અને બુથ સમિતી જેવા માઈક્રોમેનેજમેન્ટ કરી જમીન સ્તર સુધી પહોચી રાજય સરકાર કે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ પહોચાડવાનું માધ્યમ બને તો આવનારી ચુંટણીમાં ૧૮ર માંથી ૧૮ર સીટો ભારતીય જનતા પાર્ટી જિતી શકવાનો નિર્ધાર કર્યો હતો.
વધુમાં આ અમરેલી જિલ્લા ભાજપ પરીવાર દ્રારા યોજાયેલ ભવ્ય સ્નેહી મિલન સમારોહમાં ઉપસ્થિત બધા જ લોકોને સાથે મળી ને ભોજન લીધુ હતુ ત્યાર બાદ લોકહાસ્ય કલાકાર માયાભાઈ આહીરના હાસ્યસ્ત્રોતનો કાર્યકર્તા બંધુઓ લાભ મળ્યો હતો. તેવુ જિલ્લા ભાજપની અખબાર યાદીમાં જણાવાયું છે.

Related Posts