દામનગર થી પસાર થતા ત્રણ જિલ્લા ઓના ગ્રામ્ય ને જોડતા અમરેલી જિલ્લા પંચાયત ના બેઠા કોઝવે ઉપર પુલ બનાવવા માંગ કરાય
દામનગર થી પસાર થતા અમરેલી જિલ્લા પંચાયત ના બેઠા કોઝવે ઉપર પુલ બનાવવા ધારાસભ્ય તળાવીયા સમક્ષ માંગ કરાય અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન વિભાગ હસ્તક ના આ માર્ગ ઉપર દામનગર થી બહાર નિકળતાજ ઠાંસા તરફ જતા બેઠા કોઝવે ઉપર વરસાદી ચાલતા પાણી માં અવર જવર બંધ રહેતી હોય ત્રણ જિલ્લા ના અસંખ્ય ગ્રામ્ય ને જોડતા મહત્વ ના આ માર્ગ ઉપર પુલ બનાવી વરસાદી ચાલતા પાણી દરમ્યાન પણ અવર જવર થઈ શકે તે માટે કોજેવે ઉપર પુલ બને તો રાહદારી ગ્રામ્ય વિસ્તાર માટે આશીર્વાદ રૂપ બની શકે છે અમરેલી જિલ્લા ના ઠાંસા મૂળિયાપટ સુવાગઢ ભાવનગર જિલ્લા ના સરકડીયા ભૂતિયા સહિત બોટાદ જિલ્લા ના વિકળિયા હડમતીયા ઠોડા લખાવાડ માંડવી સહિત ઠાંસા રોડ મફત પ્લોટ વિસ્તાર માં અવરજવર માટે અતિ ઉપીયોગી અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન વિભાગ ના રસ્તા ઉપર આવેલ બેઠા કોઝવે ઉપર પુલ બનાવવા જિલ્લા કલેકટર શ્રી અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્યપાલક ઈજનેર માર્ગ મકાન પંચાયત ને લેખિત રજુઆત કરાય છે
Recent Comments