માનવ જીવનમાં સંસ્કાર સાથેનાં શિક્ષણનું ઘણું મહત્ત્વ રહેલું છે. શિક્ષણ માનવ જીવનનાં ઉત્થાનનું પ્રથમ સોપાન છે. શિક્ષણને ધર્મ અને કર્મ સમજનાર કેળવણીકાર ‘બટુકભાઈ શિયાણી’ નાં માર્ગદર્શન હેઠળ ચાલતી શાળા ‘નવજ્યોત વિદ્યાલય’ માં છેલ્લા ૨૭ વર્ષથી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત થઈ રહી છે જેમાં અથાક પરિશ્રમ અને કુનેહ તેમજ પ્રમાણિકપણે બાળકમાં રહેલી ગ્રહણ શક્તિને ઉજાગર કરી સંસ્કાર સાથેનાં શિક્ષણનું કાર્ય અમો કરી રહ્યાં છીએ સાથો સાથ દર વર્ષે બોર્ડની પરીક્ષાઓમાં શ્રેષ્ઠતમ પરિણામ પણ પ્રાપ્ત કરી રહ્યાં છીએ. તા.૦૩-૦૬-૨૦૨૨ નાં રોજ આવેલ ગુજરાત બોર્ડ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનાં પરિણામે નવજ્યોત વિદ્યાલય ની યશગાથામાં વધારો કર્યો છે.
વર્ષ ૨૦૨૧ -૨૨ માટે લેવાયેલ ગુજરાત બોર્ડની ધોરણ ૧૨ – સામાન્ય પ્રવાહમાં નવજ્યોત વિદ્યાલય – દામનગરે ૧૦૦% પરિણામ હાંસલ કર્યું છે. દામનગર તેમજ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારનાં કેટલાય બાળકોને યોગ્ય માર્ગદર્શન અપનાવાનું કાર્ય આ શાળા કરી રહી છે અને આજ માર્ગદર્શન અને સંસ્કાર સિંચનને કારણે આ શાળામાં અભ્યાસ કરી ચુકેલા અનેક વિદ્યાર્થીઓ આજે ડોક્ટર,ઈજનેર કે સફળ ઉદ્યોગપતિઓ છે તો કેટલાય વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યાં છે. આમ છેલ્લા ૨૭ વર્ષ એટલે કે ૧૯૯૬ થી વાલીશ્રીઓ નો અમારા પર અતૂટ વિશ્વાસ એ જ અમારું પ્રેરકબળ રહ્યું છે અને એ વિશ્વાસને સાર્થક કરવાનો પ્રયત્ન અમો કરી રહ્યાં છીએ.નવજ્યોત વિદ્યાલયે મેળવેલ ૧૦૦% પરિણામ નો શ્રેય બટુકભાઈનાં મેનેજમેન્ટ, ઉત્તમ અને કાર્યદક્ષ શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓની મહેનતન શિરે જાય છે. ધોરણ ૧૨ – સામાન્ય પ્રવાહનું ૧૦૦ % પરિણામ પ્રાપ્ત કરવાં બદલ શાળ સંચાલક તેમજ શિક્ષકમિત્રો ઉપરાંત સૌ વિદ્યાર્થીઓને નવજ્યોત શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન …
Recent Comments