દામનગર નગરપાલિકા આયોજિત હર ઘર ત્રિરંગા યાત્રા નું ધારાસભ્ય તળાવીયા ના વરદહસ્તે પ્રસ્થાન કરાયું

દામનગર નગરપાલિકા આયોજિત હર ઘર ત્રિરંગા યાત્રા નું ધારાસભ્ય તળાવીયા ના વરદહસ્તે પ્રસ્થાન કરાયું દામનગર ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે શહેર ભર ની તમામ શેક્ષણિક સંસ્થા ઓની વિદ્યાર્થી ઓની વિશાળ ઉપસ્થિતિ માં હર ઘર તિરંગા યાત્રા નું દેશ ભક્તિ ના નારા સાથે પ્રસ્થાન ત્રિરંગા યાત્રા શહેર ના મુખ્ય રાજ માર્ગ ઉપર ધ્યાનાકર્ષક રીતે દેશ ભક્તિ ના નાદ સાથે સૌથી વિશાળ તિરંગા ને લઈ સ્થાનિક પોલીસ ની હાજરી માં પુરા અદબ થી યોજાય હર ઘર તિરંગા યાત્રા દામનગર શહેર ની તમામ શેક્ષણિક સંસ્થા ઓ શાળા પરિવાર નગરપાલિકા ના પ્રમુખ સદસ્ય સ્થાનિક અગ્રણી વિવિધ સરકારી કચેરી ઓના પ્રતિનિધિ ઓ સહિત હર ઘર ત્રિરંગા યાત્રા માં અદમ્ય ઉત્સાહ સાથે જોડાયા શહેર ના સરદાર ચોક ખાતે આવી પહોંચેલ ભવ્ય ત્રિરંગા યાત્રા માં સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરુકુલ શેઠ શ્રી એમ સી મહેતા સ્કૂલ સહિત પ્રાથમિક શાળા ઓ ઉચ્ચતર માધ્યમિક શાળા એવમ કોલેજ ના છાત્રો દ્વારા દેશપ્રેમ ની લહેર પ્રગટાવી હતી
Recent Comments