દામનગર નગરપાલિકા નું સ્વચ્છતા અભિયાન શહેર માં ક્યારે ?
દામનગર શહેરમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા સહાયિત ૧૪ વર્ષ પહેલાં બનાવાયેલ ૫ પે એન્ડ યુઝ ટોઇલેટ પૈકીનું ઠાસા રોડ પરનું એક આ ટોઇલેટ ઘણા વરસ થી જાળવણી અને યોગ્ય વ્યવસ્થાપનને અભાવે તેમજ બેદરકારીને કારણે ખંઢેર હાલતમાં છે. બાજુમાં આવેલ મુતરડી પણ ગંદકીથી ખદબદી રહી છે….જાહેર જનતા માટે પબ્લીકના રૂપિયામાંથી બનાવવામાં આવેલ આ મિલ્કત ખરાબ હાલતમાં છે.
સ્થાનિક નગરપાલિકામાં ભા. જ. પ.ની બોડી સત્તામાં છે તો વિકાસની વાતો ખુબ કરે છે..!! તાજેતરમાં જ વિધાનસભાની યોજાયેલ ચૂંટણીમાં આગેવાનો અને કાર્યકરો એ મત મેળવવા દોડા દોડી કરી હતી….શું કામ પોતાના ઉમેદવારને જીતાડવા માટે..!! બંધ અને ખંઢેર હાલતમાં પડેલ આ પે એન્ડ યુઝ ટોઇલેટ,ચીફ ઓફિસર,પ્રમુખ અને સભ્યો શરૂ કરાવે..જનતાની મિલ્કત જનતાને ઉપયોગી થવી જોઈએ..તાત્કાલિક આ સુવિધા શરૂ કરવામાં આવે એવી જનતાની માંગ છે.
Recent Comments