દામનગર નગર પાલિકા ની તાનાશાહી સામે સફાઈ કર્મચારી નો મોરચો પોલીસ સ્ટેશને પહોંચીયો
આજે સવાર થી વરસાદ શરૂ હોવા થી સફાઈ કામ બંધ રાખતા સફાઈ કર્મચારી ઓની હાજરી નહિ પૂરતા શહેર ના સફાઈ કર્મચારી ઓ મોરચો લઈ પોલીસ સ્ટેશને પહોંચ્યા તાનાશાહો ના કહેવા મુજબ સફાઈ નહિ કરતા છુટા કરી દેવા ની ધમકી થી સફાઈ કર્મચારી ઓએ મોરચો કાઢ્યો હાજરી પૂરો ની માંગ કરી દામનગર પાલિકા ના શાસકો સામે કર્યા ગંભીર આક્ષેપો શહેરી સંકુલ થી બહાર સફાઈ ઝાડી ઝાંખરા દૂર કરાવી ખાનગી માલિકી માં સફાઈ કરવા ની ફરતા પાડતા પાલિકા ના શાસકો સામે નારાજગી દામનગર શહેર માં માત્ર ચાર સફાઈ કર્મચારી કાયમી છે બાકી રોજમદારો મારફતે શહેરની સફાઈ અનિયમિત રીતે કરાય છેરવિવારે મુખ્ય બજાર ની સફાઈ બંધ રખાય છે બજેટ વધી જવા ના બહાના હેઠળ શહેર ના અનેકો વિસ્તારો માં કાયમી સફાઈ કર્મચારી ઓ નથી કરોડો ના ગોટાળા કરતી પાલિકા ને સફાઈ સેવા માં બજેટ વધી જવા નું બહાનુ શહેર અસંખ્ય વિસ્તારો માં સફાઈ નો અભાવ જોવા મળી રહ્યો છે પાલિકા શાસકો અને સફાઈ કર્મચારી ઓના ઘર્ષણ વચ્ચે શહેરીજનો ની હાલત “ચૂડી વચ્ચે સોપારી જેવી” આટલા મોટા શહેરી વિસ્તાર માં માત્ર ચાર સફાઈ કર્મચારી કાયમી મસ મોટા બીલો બનાવી કરોડો ની કટકી કરતા શાસકો સફાઈ સેવા માં કરકસર કેમ કરે છે ? સફાઈ સેવા બંધ રાખવા ખર્ચ વધી જવા નું બહાનું આપતા શાસકો ની મનમાની ક્યાં સુધી ?દામનગર શહેર ના દરેક વિસ્તારો માં વરસાદી પાણી ના જાહેર રસ્તા ઉપર ખાડા ભરાયાં છે ઠેર ઠેર ઉકરડા અને ગંદકી ના દ્રશ્યો સામાન્ય બની રહ્યા છે ત્યારે પ્રાદેશિક કમિશનર આ અંગે ધ્યાન આપે તેવી માંગ ઉઠી રહી છે
Recent Comments