fbpx
અમરેલી

દામનગર નગર પાલિકા ને પ્રાદેશિક કમિશનર કચેરી નો આદેશ RTI માં પાલિકા તંત્ર એ મંજુર મહેકમ થી વધુ ૩૫ લાખ ની ચુકવણી ની માહિતી છુપાવતા અરજદાર ની અપીલ ની ઓન લાઈન મીટ દ્વારા સુનવણી

દામનગર નગરપાલિકા તંત્ર માં જાણીતા RTI એક્ટિવિસ્ટ નટવરલાલ ભાતિયા એ પાલિકા ના મંજુર મહેકમ થી વધુ ૩૫ લાખ ની ચુકવણી સંદર્ભે માહિતી માંગી હતી જે માહિતી પાલિકા તંત્ર દ્વારા  છુપાવી સવાલ વાળી માહિતી નહિ આપતા અરજદારે લાઠી નાયબ કલેકટર સાહેબ પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરતા પ્રાંત અધિકારી લાઠી દ્વારા આ અરજ સબંધ કરતા RCM ભાવનગર પ્રાદેશિક કમિશનર કચેરી ને નિયત નમૂના હેઠળ તબદીલ કરાય હતી પ્રાંત અધિકારી લાઠી દ્વારા નગરપાલિકા ઓના કમિશનર ભાવનગર ને  તબદીલ કરાયેલ RTI ની અપીલ ની તા.૧૮/૦૧/૨૪ ના રોજ ઓન લાઈન મીટ દ્વારા વિડીયો કોંફરન્સ દ્વારા સુનવણી થતા પ્રાદેશિક કમિશ્નર શ્રી એ દામનગર નગરપાલિકા ને આદેશ કરી અરજદાર ની માંગણી મુજબ જરૂરી માહિતી માટે રેકર્ડ ખરાઈ કરવા આપી જોઈતી માહિતી આપવા આદેશ કર્યો હતો

Follow Me:

Related Posts