દામનગર નગર પાલિકા નો જુના પેવર બ્લોક કાઢી નવા નાખવા નો વિકાસ માણેક પાસે ખૂતી ગયો.બહાર કાઢ્યો તો ફરી ત્રણ ફૂટ દૂર ખૂતી ગયો

દામનગર શહેર માં જુના પેવર બ્લોક કાઢી નવા નાખવા નો વિકાસ ચાલી રહ્યો છે આજે શહેર ના ભરચક બજાર વિસ્તાર માણેક ચોક માં જુના પેવર બ્લોક ભરેલ ટેક્ટર બજાર વચ્ચે ખુતી જતા જુના પેવર બ્લોક ખાલી કરી ટેક્ટર બહાર કાઢવા નું કામ કલાકો સુધી ચાલતું રહ્યું હતું જેવું ટેક્ટર ત્રણ ફૂટ દૂર ગયું ફરી ખૂતી ગયું વારંવાર વિકાસ ખૂતી જતા ભારે લાચાર રાહદારી ઓ જુના પેવર બ્લોક કાઢી નવા પેવર બ્લોક નાખવા નો વિકાસ બજાર વચ્ચે વારંવાર ખૂતી જતા રાહદારીઓ વાહન ચાલકો માટે બપોર થી સાંજ સુધી ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો શહેર ની મુખ્ય બજારો માંથી જુના પેવર બ્લોક ઉખેડી નવા નાંખી રહેલ પાલિકા તંત્ર જુના પેવર બ્લોક ડમ્પિગ સાઈડ માં ઢગલા કરી રહ્યું છે.
વર મરો કન્યા મરો પણ મારું તરભાણું ભરો પાલિકા તંત્ર જુના પેવર બ્લોક કેમ કાઢતું હશે રામ જાણે પેવર બ્લોક ધસાઈ જતા હશે ? કે પછી નેતા ઓની પેવર બ્લોક ની દુકાનો ચાલતી રહેવી જોઈએ શેરી ગલી ખાચા ગૌચર પડતર આર એન્ડ બી જગ્યા રેલવે તંત્ર ની હદ સહિત બધી જગ્યા એ પેવર બ્લોક નખાઈ ગયા છે એટલે દુકાનો ચલાવવા જુના કાઢી નવા નાખવા માં આવી રહ્યા છે હવે કુંભનાથ તળાવ અને નહેરા નદી ના પટ બાકી રહ્યા છે તેમાં પેવર બ્લોક નખાય તો પાણી ચોખ્ખું તેલ જેવુ રહે શહેર ની મુખ્ય બજારો માં વિકાસ ખુતી જતા ભારે હાલાકી ઉભી થઇ હતી રાહદારી વાહનો ચાલકો ચાલે કેમ ?
Recent Comments