દામનગર નગર પાલિકા નો વિકાસ વારંવાર રોડે ચડી રહ્યો છે જરૂર અને ખપ પૂરતો નો પાણી નો વપરાશ કરવો જોઈ એ પાણી એ ઈશ્વર નો પ્રસાદ છે પાલિકા તંત્ર ને ઈશ્વર સદબુદ્ધિ આપે દામનગર પાલિકા તંત્ર ને શરમ છે કે નહીં ? એક બાજુ પીવા ના પાણી માટે લોકો ટટળી રહ્યા છે અને બીજી બાજુ બે ફામ પીવા ના પાણી નો વેડફાટ ક્યારે અટકશે ? દામનગર નગરપાલિકા ની પાણી વિતરણ વ્યવસ્થા માં કોની જવાબદરી કે પછી કોને ખરાબ લશ્કર ક્યાં લડે છે ?આજે તા૧૨/૫/૨૨ ના સવારે અજય ટોકીઝ થી ભવાની ચોક થઈ સરદાર ચોક તરફ સવાર નું નહેર સમાંતર પીવા નું પાણી રોડ ઉપર કલાકો સુધી ચાલતું રહ્યું હતું શહેર ના ક્યાં વિસ્તાર માં દામનગર નગર પાલિકા એ ક્યારે પાણી વિતરણ કર્યું તે જાણવા માટે ટાઈમ ટેબલ જરૂર જ નહિ પણ રોડ ઉપર પીવા ના પાણી ચાલે એટલે ખબર પડી જાય કે આ વિસ્તાર માં આજે પાણી વિતરણ થયું જ હશે શહેર ની જૂની અજય ટોકીઝ થી ભવાની ચોક થઈ ને સરદાર ચોક સુધી સવાર નું પીવા નું પાણી આવી રીતે ચાલ્યા જ કરે છે આ સમસ્યા પાલિકા તંત્ર ક્યારે બંધ કરશે ? રામ જાણે પણ દામનગર નગર પાલિકા નો વિકાસ વારંવાર આવી રીતે રોડે ચડી રહ્યો છે શાસકો ને આ માટે ગૌરવ છે કે શું ? એક બાજુ રિપેરીગ ના નામે તારીખ સ્થળ સમય વગર પાણી વિતરણ માટે જાહેર નોટિસ મૂકી શહેરીજનો ને ભ્રમિત કરાય છે અને બીજી બાજુ આવો બેફામ પીવા ના પાણી નો વેડફાટ કરતા શાસકો ને શરમ નહિ આવતી હોય ? પાણી એ ઈશ્વર નો પ્રસાદ છે જરૂર અને વિવેક પૂરતો જ ઉપીયીગ કરવા ભગવાન પાલિકા તંત્ર વાહકો ને સદબુદ્ધિ આપે સેવ વોટર જળ બચાવો અભિયાન દામનગર શહેર માં ક્યારે પહોંચશે ?
દામનગર નગર પાલિકા નો વિકાસ વારંવાર રોડે ચડી રહ્યો છે પાણી એ ઈશ્વર નો પ્રસાદ છે પાલિકા તંત્ર ને ભગવાન સદબુદ્ધિ આપે

Recent Comments