દામનગર નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે એક માસ થી ચાલતી નિઃશુલ્ક યોગ શિબિર સંપન્ન
દામનગર શહેર માં નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે ચાલતી યોગ શિબિર સંપન્ન ગુજરાત રાજ્ય યોગ બોર્ડની એક માસ પહેલા નિઃશુલ્ક યોગ શિબિર શરુ થઈ હતી આ નિઃશુલ્ક યોગ શિબિર ના છેલ્લા દિવસ પર ખુબ સરસ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું યોગ બોર્ડના યોગ કોચ જયદીપભાઈ ચૌહાણ એ યોગ ટ્રેનરને ખુબ સરસ માર્ગદર્શન આપ્યું અને મોટિવેટ કર્યા હતા અને બધા મહાનુભાવો અને યોગ ટ્રેનરએ પણ પોતાના યોગના અનુભવ શેર કરયા હતા.અને સન્માન પત્ર દ્વારા કોચ નું સન્માન કર્યું હતું.અને છેલ્લે બધાયે સાથે મળીને પ્રસાદ લીધો હતો.આ યોગ શિબિરમાં ઘણા લોકોએ લાભ લઈને તેમના જીવનમાં ઘણા બધા ફાયદા થયાં હતા તેવી તેમને એક્સપેરિએન્સ દ્વારા વાત કરી હતી.અને આવનારા સમયમાં દામનગર અને આજુબાજુના ગામ અને ઘર ઘર સુધી યોગ પોહચાડીને સ્વસ્થ, તંદુરસ્ત,અને યોગમય સમાંજનું નિર્માણ કરી શકાય તેવી તેમની હૃદયપૂર્વક શુભભાવના સાથે નિઃશુલ્ક શિબિર સંપન્ન થઈ હતી
Recent Comments