દામનગર ના આંબરડી ખાતે પાંચાણી પરિવાર દ્વારા નાગેશ્વર હનુમાનજી નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે તા.૨૬/૧૦/૨૨ અને ૨૭/૧૦/૨૨ નુતનવર્ષ અને ભાઈ બીજ ના દિવસે આંબરડી ના પાંચાણી ઈશ્વરભાઈ અરજણભાઈ અને મનહરભાઈ અરજણભાઈ પાંચાણી એવમ સમસ્ત પાંચાણી પરિવાર દ્વારા બે દિવસીય ભવ્ય ધર્મોત્સવ નું આયોજન કારતક સુદ -૧ હૈમાદ્રી પ્રયોગ યજ્ઞ ધાન્યાદીવાસ બપોર ના ૩-૩૦ કલાકે બુધવાર તા.૨૬/૧૦/૨૨ ના રોજ રાત્રે ૮-૩૦ ડાયરો યોજાશે જેમાં નામાંકિત લોક સાહિત્યકારો અને કલાવૃંદ પધારશે કારતક સુદ -૨ ગુરુવાર ના રોજ મૂર્તિનગર યાત્રા સવાર ના ૭-૩૦ કલાકે મંડપ પ્રવેશ યજ્ઞ પ્રારંભ સવાર ના ૯-૦૦ કલાકે મૂર્તિ પ્રતિષ્ઠા બપોર ના ૩-૦૦ કલાકે મહા પ્રસાદ ગામ ધુવાડા બંધ સાંજે ૬-૦૦ કલાકે યજ્ઞ પૂર્ણાંહુતી તા ૨૭/૧૦/૨૨ નારોજ યજ્ઞ આચાર્ય શ્રી ભરતભાઇ એ રાવળ દ્વારા યોજાશે ઢસા આંબરડી ખાતે બે દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ સમગ્ર આંબરડી ગામ પરિવાર તેમજ પાંચાણી માં અદમ્ય ઉત્સાહ ભજન ભોજન અને યજ્ઞ નારાયણ ના પૂજન અર્ચન દર્શન કરાવતા આ ધર્મોત્સવ ને લઈ સમસ્ત આંબરડી ગામે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દામનગર ના આંબરડી ખાતે પાંચાણી પરિવાર દ્વારા શ્રી નાગેશ્વર હનુમાનજી નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

Recent Comments