દામનગર ના કાચરડી ગામે પુજીત અક્ષીત કુંભ નું ભવ્ય સ્વાગત
દામનગર કાચરડી ગામે પુજીત અક્ષીત કુંભ નું આગમન થતા ભવ્ય સત્કાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ના હોમ ગ્રાઉન્ડ કાચરડી ખાતે આગમન થતા પૂજિત અક્ષિત કુંભ નું ભવ્ય સામૈયા સાથે સત્કાર કરાયો હતો જેમાં અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ઈતેશભાઈ મહેતા લાઠી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ હર્ષદભાઈ વ્યાસ લાઠી શહેર પ્રમુખ સહિત સમગ્ર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ટીમ તેમજ દામનગર વેપારી અગ્રણી અમરશીભાઈ નારોલા જીવદયા પરિવાર ટ્રસ્ટ ના મનસુખભાઈ નારોલા રાજપૂત અગ્રણી ધનશ્યામભાઈ રાઠોડ સહિત ની વિશાળ ઉપસ્થિતિમાં કાચરડી ગામેં ધારાસભ્ય તળાવીયા ની ઉપસ્થિતિ માં ધર્મક્ષેત્ર અયોધ્યા ખાતે આગામી તા.૨૨ જાન્યુઆરી એ ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની દિવ્યતા અને ભવ્યતા થી સર્વ ભાવિકો ને વિસ્તૃત માર્ગદર્શન થી અવગત કરાયા હતા સમગ્ર કાચરડી ગામમાં માં સ્વયંભૂ મોટી સંખ્યા માં વડીલો મહિલા ઓ સહિત સ્થાનિક યુવાનો અદમ્ય ઉત્સાહ સાથે પુજીત અક્ષીત કુંભ નું સ્વાગત કર્યું હતું મોટી સંખ્યા માં શ્રદ્ધાળુ ભાવિકોએ અક્ષિત કુંભના દર્શન પૂજન અર્ચન કર્યા.જય જય શ્રી રામનો જયઘોષ કરી સંપૂર્ણ કાચરડી ગામ રામના જય જય કાર થી ગુંજી ઉઠ્યું હતું
Recent Comments