દામનગર ના ઠાંસા ગામે યુવા શક્તિ સંગઠન દ્વારા પર્યાવરણ ની માવજત થોડા સમય પહેલાં ઠાંસા ગામમાં યુવા શક્તિ સંગઠન ટીમ તેમજ ગામ નાં આગેવાનો અને ગામ લોકો ના સહિયારા પ્રયાસ થી વૃક્ષારોપણ નો મહાયજ્ઞ કરેલ અને આજે એ બધા યુવાનો વૃક્ષોની માવજત માટે નવા વરસ ના દિવસે જ પાણી પાઈ ને અને વૃક્ષો ની માવજત કરીને અનોખી રીતે નવા વરસની ઉજવણી કરી હતી, યુવા શક્તિ સંગઠન ટીમ માને છે કે માત્ર વૃક્ષો વાવવાથી નઈ પણ સમયાંતરે પોષાણ આપવાથી અને માવજત કરવાથી જ સારો ઉછેર થાય છે, માટે યુવા શક્તિ ટિમ દ્વારા વૃક્ષારોપણ સ્થળે વૃક્ષ ઉછેર ની મુહિમ માટે વચન બદ્ધ પ્રતિજ્ઞા વ્યક્ત કરી અને હર હંમેશ તૈયાર રહેશું એવી લાગણી વ્યક્ત કરી હતી
દામનગર ના ઠાંસા ગામે વૃક્ષારોપણ સ્થળે વૃક્ષ ઉછેર ની માવજત કરી નવા વર્ષ ની ઉજવણી કરતા યુવા શક્તિ સંગઠન ના યુવાનો


















Recent Comments