દામનગર ના ધ્રુફણીયા પ્રા.શાળાના ૧૨૬મા જન્મ દિવસની શાળા પરિવાર દ્વારા ઉજવણી આચાર્ય હસમુખભાઈ ગોહિલે કેક કાપી સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી કરી.અમરેલી જિલ્લાનું અને લાઠી તાલુકાનું છેલ્લું ગામ ઘ્રફણીયા પ્રાથમિક શાળાની સ્થાપના તા.૨૮-૦૮-૧૮૯૬ ના દિવસે થઈ હતી ત્યારે શાળા ગામમાં હતી.હાલ આ પ્રા.શાળા ગામમાં પ્રવેશતા જ દામનગર – ભાવનગર હાઈવે રોડ થી અંદર હાઈસ્કૂલ ની બાજુમાં આવેલ છે.શાળાના આચાર્ય શ્રી હસમુખભાઈ ગોહિલે શાળા પરિવારની હાજરીમાં કેક કાપીને સાંસ્કૃતિક કાર્યક્રમ ની શરૂઆત કરાવી વિદ્યાર્થીઓએ ભારત માતાની જય,વંદે માતરમ્ ના નારા સાથે નાટક અને રાસ રજૂ કરી ઉપસ્થિત વાલીઓ અને એસ.એમ.સી.ના સભ્યોનું મન મોહી લીધું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરેલ કે દરેક પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવી તે અંતર્ગત આ શાળા એ ખુબજ આનંદ ઉલ્લાસ અને જોમ જુસ્સાથી કરેલ ઊજવણીમાં સાથ – સહકાર આપેલ તમામ એસ.એમ.સી. ના સભ્યો અને વાલીઓનો આચાર્ય હસમુખભાઈ ગોહિલે આભાર માનેલ.
દામનગર ના ધ્રુફણીયા પ્રા.શાળાના ૧૨૬ મા જન્મ દિવસની શાળા પરિવાર દ્વારા ઉજવણી



















Recent Comments