દામનગર ના શાખપુર ગામે ગત રાત્રે કોઈ અજાણી વ્યક્તિ નવજાતી બાળકી ને ખુલ્લા પ્લોટ માં તજી જતા રહ્યા ની વિગત સ્થાનિક અગ્રણી દ્વારા જાણવા મળેલ છે નિષ્ઠુર માતા પિતા સામે ફિટકાર ની લાગણી દામનગર ના શાખપુર ગામે બે મકાન વચ્ચે પડેલ ખુલ્લા પ્લોટ માં કોઈ વ્યક્તિ નવજાત બાળકી ને તજી દેતા મોડી રાત્રી બાળક રડવા ના અવાજ પાડોશી ને જાત થતા તુરત સ્થાનિક અગ્રણી ઓ દ્વારા પોલીસ ને જાણ કરતા લાઠી લીલીયા દામનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી મોડી રાત્રે બાળકી ના રડવા ના અવાજ થી તુરંત સંભાળ લેતા યુવાન ની સતર્કતા થી સદનસીબે ધૂળ કા ફૂલ બચી જવા પામેલ છે આ નવજાત બાળકી ને અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયા જ્યાં તેની હાલત સારી હોવા ની વિગત જાણવા મળેલ છે તાલુકા ભર ની પોલીસ આ નવજાત બાળકી ને કોણ મૂકી ગયું ? શા માટે આ બાળકી ને તજી દેવાય ? જેવા અનેકો સવાલો ના જવાબ માટે પોલીસ તપાસ ચલાવી રહી છે ધૂળ કા ફૂલ મુદ્દે ત્રણ પોલીસ સ્ટેશન લાઠી લીલીયા દામનગર ની પોલીસ સતર્કતા થી તપાસ હાથ ધરી છે
દામનગર ના શાખપુર ગામે તજી દેવાયેલ નવજાત બાળકી ને મૂકી જનાર ની શોધખોળ કરતી પોલીસ નિષ્ઠુર માતા પિતા સામે ફિટકાર ની લાગણી

Recent Comments