લાઠી તાલુકાના દામનગર પાસે હાવતડ ગામે નૂતન રામજી મંદિર એવમ રામદેવજી મહારાજ તથા શ્રી રાધા કૃષ્ણ ભગવાન મૂર્તિ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ પ્રસંગે વિશ્વવંદનીય સંત મોરારીબાપુની પ્રેરણાથી કાર્યક્રમ યોજાયો પૂજ્ય મોરારીબાપુ ની સહિત ના સંતો ઉપસ્થિતિમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમરે સંતો ની ધર્મસભામાં ભાગ લઇ પૂજ્ય મોરારીબાપુ તથા સાવરકુંડલા માનવ મંદિર ના પૂજ્ય ભક્તિરામ બાપુ સહિત ના સંતો એ આશીર્વચન પાઠવ્યા હતા સમસ્ત હાવતડ ગામ લોકોમાં અનેરો ઉત્સાહ અને આનંદની લાગણી સમસ્ત હાવતડ ગામ આયોજિત કાર્યક્રમ માં રાજસ્વી અગ્રણી ધારાસભ્ય ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારો ના રસ્તા ઓના લાઠી બાબરા રસ્તાઓના કામો થઈ રહેલ છે તેની પોતાના પ્રવચનમાં નોંધ લીધી પૂજ્ય સંતો એ ખેડૂતોને બરકત આપે તેવા આશીર્વાદ પાઠવ્યા ત્રીદિવસીય ધર્મોત્સવ માં દામનગર કોંગ્રેસના અગ્રણી પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રામજીભાઈ મળ્યા તેમજ અન્ય કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી સમસ્ત હાવતડ ગામ આયોજિત નૂતન રામજી મંદિર એવમ રામદેવજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે યોજાયેલ ત્રીદિવસિ ધર્મોત્સવ દરમ્યાન અનેકો જંગમી તીર્થંકર સમાં સંતો સંતવાણી ભજન ભોજન ધર્મસભા સાથે ધર્મ ઉલ્લાસ સાથે ભવ્ય રીતે પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી સંપન્ન થઈ હતી
દામનગર ના હાવતડ નૂતન રામજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ માં જંગમી તીર્થંકર સમા પૂજ્ય મોરારીબાપુ સહિત ના સંતોની ધર્મસભા યોજાઇ

Recent Comments