દામનગર પટેલવાડી ખાતે કોવિડ ૧૯ ના દર્દીઓના ખાનગી આઈસોલેશન વોર્ડની મુલાકાત લેતા અગ્રણી સાંસદ સહિતના અગ્રણીઓ.
દામનગર શહેર ની પટેલ વાડી ખાતે ચાલતા ખાનગી આઈસોલશન વોર્ડ ની મુલાકાત લેતા જિલ્લા સાંસદ કાછડીયા સહિત ના અગ્રણી ઓ દામનગર પટેલ વાડી ખાતે કોવિડ ૧૯ ના દર્દી નારાયણો માટે ખાનગી આઈસોલેશન વોર્ડ માં દાખલ દર્દી ઓની ખબર અંતર પૂછી હતી
જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા. જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા.અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના જીતુભાઇ ડેર. જનકભાઈ તળાવીયા.લાઠી તાલુકા પંચાયત પ્રમુખ પરમાર.સદસ્ય નરેશભાઈ ડોંડા સહિત ના અગ્રણી ઓએ દામનગર પટેલ વાડી ખાતે સારવાર લઈ રહેલ કોવિડ૧૯ ના દર્દી ઓની મુલાકાત લીધી હતી
સંચાલકો તબીબો પાસે ઓક્સિજન દવા ઓ બેડ સહિત ની સુવિધા ઓની માહિતી મેળવી હતી આ તકે સ્થાનિક અગ્રણી ભગવાનભાઈ નારોલા અને પી એસ આઈ સાથે જરૂરી વિગતો મેળવી હતી દામનગર પટેલ વાડી માં કોવિડ ૧૯ ના દર્દી નારાયણો માટે શરૂ કરાયેલ ખાનગી કોવિડ કેર માં મળતી સારવાર અંગે સાંસદ સહિત ના અગ્રણી ઓ દ્વારા તબીબો પાસે વિગતો મેળવી હતી
Recent Comments