fbpx
અમરેલી

દામનગર પાણી પુરવઠા ની લાઈટ માં ભંગાણ સર્જતાં મોટી માત્રા માં મીઠું પાણી નહેરા વહી ગયું

દામનગર શહેર ની હરેકૃષ્ણ સોસાયટી પાસે પાણી પુરવઠા ની લાઈન વહેલી સવાર માં તૂટી જતા ખૂબ મોટી માત્રા માં પીવા નું મીઠું પાણી વેડફાયું હતું કલાકો સુધી બાજુ ના ચેકડેમ માં નહેર સમાંતર પાણી વહી રહ્યું હતુ સવાર ના ૬-૦૦ આસપાસ ના સમયે ગામડા માં જતી કોઈ મોટી લાઈન માં ભંગાણ થી આજુબાજુ ના વિસ્તાર ના રસ્તા ઓ ધોવાઈ ગયા હતા મીઠા પીવા ના પાણી નો આટલો બધો વેડફાટ અંગે તંત્ર ભલે ધોર નિદ્રા માં હોય પણ મર્યાદા બહાર પીવા નું પાણી મોટા પ્રમાણ માં બાજુ ના ચેકડેમ માં ભળી ગયું આ અંગે પાણી પુરવઠા તંત્ર ઉપર કોઈ દેખરેખ નહિ હોવા નું સ્પષ્ટ પણે દેખાઈ રહું છે હરેકૃષ્ણ નગર અને બાજુ ની મારુતિ સોસાયટી ના રસ્તા ઓ ઉપર નહેર સમાંતર મીઠા પાણી ચાલતા શહેરીજનો પણ અચરજ પામી ગયા હતા પાણી પુરવઠા તંત્ર ની આટલી બધી બેદરકારી કેમ ? એવો સવાલ સર્વત્ર લોકો પૂછી રહ્યા છે

Follow Me:

Related Posts